GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ઉચી માંડલ ગામ નજીક ટ્રકે બાઇક સવારને  હડફેટે લેતા ૮ વર્ષની માસુમ બાળકીનું ઘટના સ્થળે મોત

મોરબી ઉચી માંડલ ગામ નજીક ટ્રકે બાઇક સવારને  હડફેટે લેતા ૮ વર્ષની માસુમ બાળકીનું ઘટના સ્થળે મોત

મોરબી-હળવદ હાઇવે ઉપર વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ઉચી માંડલ ગામ નજીક હાઇવે રોડ ઉપર ખરેડા ગામે માતાજીના દર્શન કરી પરત આવતા વાંકાનેર જલારામનગરમાં રહેતા હસમુખભાઇ કાંતીલાલ કાથરાણી ઉવ-૪૮ એ મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી ટ્રક ટ્રેઇલર રજી.એમએચ-૪૦-સીડી-૯૮૯૨ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગત તા.૨૬/૧૨ ના રોજ હસમુખભાઈ અને તેની ૮ વર્ષની પુત્રી ખરેડા ગામે આવેલ માતાજીના મઢે દર્શન કરવા ગયા હતા. ખરેડા દર્શન કરી પરત વાંકાનેર જતા હોય ત્યારે હળવદ મોરબી હાઇવે રોડ નીચી ઉચી માંડલ ગામ વચ્ચે શીવ પેટ્રોલ પંપ તથા રૂદ્ર કલીનીક સામે પહોંચ્યા હતા તે સમયે ટ્રક ચાલક આરોપીએ પોતાનું ટ્રક ટ્રેઇલર રજી નંબર-એમએચ-૪૦-સીડી-૯૮૯૨ પુરઝડપે અને ગફલતભરી રીતે માણસોની જીંદગી જોખમાય તે રીતે ચલાવી આવી આગળ જતા હસમુખભાઇના મો.સાયકલ રજી નંબર-જીજે-૩૬-એચ-૯૭૫૮ ને હડફેટે લઇ એકસીડન્ટ કરી હસમુખભાઈને શરીરે મુઢ ઇજા થઇ હતી જયારે હસમુખભાઈની દિકરીને માથાના ભાગે ગંભીર ઇજા પહોચતા સ્થળ ઉપર તેનું મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માતની આ ઘટનામાં ટ્રક ટ્રેઇલરનો ચાલક અકસ્માત થયા અંગે નજીકના પો.સ્ટે.માં જાણ નહી કરી પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી ગયાની ફરિયાદ નોંધાવતા હાલ મોરબી તાલુકા પોલીસે ટ્રક ટ્રેઇલરના ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની તપાસ ચલાવી છે.

[wptube id="1252022"]
Back to top button