JUNAGADHVISAVADAR

વિસાવદર તાલુકાના કાલાવડ ગામે સાસંદની પ્રેરક ઉપસ્થિતિમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” કાર્યક્રમ યોજાયો

સરકારની વિવિધ જનકલ્યાણલક્ષી યોજનાઓનો લાભ લેવા ઉપસ્થિત સૌ ગ્રામજનોને અનુરોધ કરતાં સાંસદ રાજેશભાઇ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : જિલ્લામાં આજરોજ વિસાવદર તાલુકાના કાલાવડ ગામે સાસંદ રાજેશભાઈ ચુડાસમા, પુર્વ કૃષ મંત્રી કનુભાઇ ભાલાળા, પુર્વ ધારાસભ્ય હર્ષદભાઇ રીબડીયા, જિલ્લા અને તાલુકા પંચાયતનાં સદસ્યઓનીઉપસ્થિતીમાં વિકસીતભારત સંકલ્પ રથને આવકારવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં મેરી કહાની મેરી જુબાની હેઠળ કૃષિ વિભાગ, સખીમંડળ, આરોગ્ય વિભાગ જેવી યોજનાના લાભાર્થીઓએ સરકારશ્રીની યોજનાઓ થકી તેમને મળેલા લાભો અંગે પોતાના અનુભવો વર્ણવી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
તેમજ રાજ્ય તથા કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, વ્હાલી દીકરી યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના સહિતની અનેકવિધ યોજનાના લાભાર્થીઓને મહાનુભવો હસ્તે લાભો એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ ડ્રોન નિદ્રશન યોજાયું હતુ.
આ સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહેમાનો તથા ગ્રામજનોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રેરક સંબોધનને વર્ચ્યુઅલ માધ્યમથી નિહાળ્યું હતું.
ઉપરાંત ‘ધરતી કહે પુકાર કે’ અંતર્ગત લઘુ નાટક રજૂ કર્યું હતું. તેમજ વિવિધ ક્ષેત્રોમાં વિશેષ સિદ્ધિ મેળવેલ મહિલાઓ, યુવાઓ અને રમતવીરોને મહાનુભાવોને હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે સાંસદ રાજેશભાઈ ચુડાસમા એ  ગ્રામજનોને સંબોધતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશા નિર્દેશનમાં કેન્દ્ર સરકારની ૧૭ જેટલી ફ્લેગશિપ યોજનાઓનો લાભ દેશના છેવાડાના નાગરિકો સુધી પહોંચાડવાની નેમ સાથે સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા તા.૧૫ નવેમ્બરથી શરૂ કરવામાં આવી છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો મુખ્ય હેતુ કેન્દ્ર તથા રાજ્ય સરકારની અનેકવિધ પ્રજાહિતલક્ષી યોજનાઓ વિશે દરેક નાગરિકને માહિતગાર કરી છેવાડા નાગરિક સુધી લાભ પહોંચાડવાનો છે.
આ પ્રસંગે ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત-૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવા સંકલ્પબધ્ધ  થયા હતા.
આ તકે વિસાવદર તાલુકા પ્રભારી ચંદુભાઈ મકવાણા,જિલ્લા પંચાયત સદસ્ય વિરેન્દ્રભાઈ સાવલિયા, વિપુલભાઈ કાવાણી, નરેન્દ્રભાઈ કોટિલા, સોમાભાઈ સરસિયા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ ભરતભાઈ કોટડીયા, પરષોત્તમભાઈ પદમાણી, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પાંચાભાઇ વણઝારા, સભ્ય અશ્વિનભાઈ સરધારા, જયરાજ વિકમા, અશોક માલવીયા, અતુલભાઇ ભાયાણી, તેમજ પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ  – કર્મચારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button