TANKARA:ટંકારામાં સરકારી જમીન પચાવી પાડનાર શખ્સ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરીયાદ નોંધાઈ

ટંકારામાં સરકારી જમીન પચાવી પાડનાર શખ્સ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરીયાદ નોંધાઈ
ટંકારા: ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ વિધેયક હેઠળ ટંકારામાં વધુ એક આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવામાં આવી છે. જેમાં રાજકોટ-મોરબી હાઇવે પાસે સરકારી જમીન ઉપર પાકું બાંધકામ કરી જમીન પચાવી પાડવા અંગેની ફરિયાદ નોંધાવામાં આવી છે.

લેન્ડ ગ્રેબિંગની મળતી માહિતી અનુસાર આરોપી આમદભાઇ નુરાભાઇ ઘાચી (માડકીયા) રહે. ટંકારા એ ટંકારા ગામમાં આવેલ રાજકોટ મોરબી હાઇવે પરની ખીજડીયા ચોકડી પાસે આવેલ હનુમાનજીના મંદીર પાસે પાણીના વહેણ ઉપર પાકુ સીમેન્ટનું બાધકામ આશરે ૨૦૦ ચોરસ ફુટ જગ્યામાં કરેલ તથા ટંકારા સીવીલ હોસ્પીટલ પાસે મડદા-ઘરની આગળની ભાગે જે બાંધકામ કરવામાં આવેલ તેનો અમુક ભાગ દબાણ કરી સરકારી જમીન ઉપર ગેરકાયદેસર કબ્જો કરી જમીન પચાવી પાડી હોવાની ફરિયાદ ટંકારા ગ્રામ પંચાયત કચેરીના તલાટી મંત્રીશ્રી દિલીપભાઈ ચકુભાઈ પાલરીયાએ ટંકારા પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે હાલ આરોપી વિરુદ્ધ જમીન મકાન પચાવી પાડવા પર પ્રતિબંધ વિધેયક હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.








