
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ પ્રેરિત અને નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત “ સૂર્ય નમસ્કાર સ્પર્ધા ૨૦૨૩-૨૪” માં ગ્રામ્ય/વોર્ડકક્ષા એ મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાંથી વિજેતા થયેલાઓએ તાલુકા અને નગરપાલિકા કક્ષાએ ભાગ લીધો હતો. જેમાંથી આજે જિલ્લાકક્ષાની સ્પર્ધામાં શ્રેષ્ઠ ૨૭ ભાઈઓ અને ૨૭ બહેનોએ ભાગ લીધો હતો ગ્રામ્ય લેવલ અને વોર્ડ લેવલના વિજેતાઓ તાલુકા લેવલ અને નગરપાલિકામાં વિજેતા થયેલા સ્પર્ધકો માટે જિલ્લાકક્ષાએ સર.સી.જે.એન.ઝેડ.મદ્રેસા હાઈસ્કૂલ નવસારી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં નવસારી- વિજલપુર નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી મીનલબેન દેસાઈ દ્વારા શુભારંભ કરાવવામાં આવ્યો હતો. જિલ્લા યુવા વિકાસા અધિકારી શ્રી હિરેનભાઈ પટોળીયા, જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી અલ્પેશભાઈ પટેલ અને મદ્રેસા હાઈસ્કૂલના આચાર્ય શ્રી મર્ઝબાન પાત્રાવાલા અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના કોર્ડીનેટર શ્રીમતી ગાયત્રીબેન તલાટી દ્વારા કાર્યક્રમની રૂપરેખા આપવામાં આવી હતી. આ સ્પર્ધામાં ગુજરાત રાજ્ય યોગબોર્ડના નવસારી જિલ્લાના શ્રેષ્ઠ યોગસાધકો દ્વારા નિર્ણાયક તરીકે સેવા બજાવી હતી.
વિજેતાઓને સન્માનિત કરવા અધિક નિવાસી કલેકટર શ્રી કેતનભાઈ જોષી, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ભુરાભાઈ શાહ હાજર રહી વિજેતાઓને પ્રથમ વિજેતા ને ૨૧૦૦૦, દ્વિતીય વિજેતા ને ૧૫૦૦૦ અને તૃતીય વિજેતાને ૧૧૦૦૦ના રોકડ પુરસ્કારથી નવાજવામાં આવ્યાં હતા. સ્પર્ધકોમાં વિજેતા થયેલ ભાઈઓમાં શ્રી પ્રતીક ભૂપેન્દ્રભાઈ પટેલ, શ્રી અક્ષત રાજેષકુમાર પવાર, શ્રી ચિરાગ જીતેન્દ્રભાઈ ખત્રી તેમજ વિજેતા થયેલા બહેનો દિયા કૃષ્નકાંત પવાર, રમા દેવી છે. આગામી તા.૩૦/૧૨/૨૦૨૩ના રોજ અમદાવાદ ખાતે યોજાનાર રાજ્યકક્ષાની સ્પર્ધામાં વિજેતા થયેલા તમામ સ્પર્ધકો નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.



