Halvad:દશામા ના મંદિર નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત -૧ યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત

દશામા ના મંદિર નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત -૧ યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત
હળવદમાં અકસ્માતના બનાવો દિન પ્રતિ દિન વધી રહ્યા છે તેઓ જ વધુ એક બનાવો આજે હળવદના મેઇન રોડ પર જોવા મળ્યું હતું. જો વાત કરીએ તો હળવદ થી ધાંગધ્રા બાયપાસ તરફ જનાર રસ્તા પર દશામાના મંદિર નજીક એક કાર અને બાઈક વચ્ચે અકસ્માત થયા હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે જેમાં બાઇક ચાલક સિહોરા બાલાભાઈ ભીમાભાઇ રહે સીરોઈ વાળા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હોય જેને માથાના ભાગ સહિત અલગ અલગ જગ્યા પર ઇજાઓ પહોંચતા પ્રાથમિક સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વધુ સારવારની જરૂર હોય તો તેને 108 મારફત અમદાવાદ ખાતે રીફર કરવામાં આવ્યો મોટી સંખ્યામાં પરિવારજનો સરકારી હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા જોકે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ઇજાગ્રસ્તોના ત્રણથી ચાર કેસ હોય તેવામાં 108 માં કયા દર્દીને લઈ જવું તેના માટે અસમંજસ હતી જેના કારણે થોડા સમય માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લોકોમાં આક્રોશ પણ હતો ત્યારે પરિવારજનોમાં તંત્રની બેદરકારીના કારણે થોડો આક્રોશ પણ જોવા મળ્યો હતો અને પરિવારના વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા આક્રંદ પણ જોવા મળ્યું હતું મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા