
WFI-ભારતીય કુસ્તી મહાસંધના પ્રમુખ અને સત્તાપક્ષના MP બ્રિજભૂષણસિંહ કેટલીક મહિલા પહેલવાનોએ જાન્યુઆરી 2023માં, યૌન શોષણની ફરિયાદ કરી, જંતરમંતર પર ધરણાં કર્યા, પરંતુ પોલીસે તેમની ફરિયાદ નોંધી નહીં તેથી સુપ્રિમકોર્ટમાં FIR નોંધાવવા જવું પડેલ. ત્યારબાદ FIR થઈ પરંતુ બ્રિજભૂષણસિંહને કંઈ થયું નહીં. પરંતુ ઊહાપોહ બાદ બ્રિજભૂષણસિંહે WFIમાંથી રાજીનામું આપેલ. 21 ડીસેમ્બર 2023ના રોજ ચૂંટણી થતાં WFI ના પ્રમુખ તરીકે બ્રિજભૂષણસિંહના સાગરિત અને બિઝનેસ પાર્ટનર સંજયસિંહ ચૂંટાયા ! તેથી ઓલમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા મહિલા પહેલવાન સાક્ષી મલિકે આંખમાં આંસુ સાથે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું : “અમે મહિલા અધ્યક્ષની માંગણી કરી હતી. મહિલા અધ્યક્ષ હોય તો ઉત્પીડન ન થાય. એક પણ મહિલાને પદ આપવામાં આવ્યું નથી. બ્રિજભૂષણ સિંહના બિઝનેસ પાર્ટનર સંજયસિંહ WFIના વડા તરીકે ચૂંટાયો છે. અમે 40 દિવસ સુધી રોડ પર રહ્યા/ સૂતા, અમને દેશભરમાંથી લોકો આવ્યા અને સમર્થન કર્યું. અમે પૂરી તાકાતથી લડ્યા હતા. પરંતુ હું બદમાશો સામે હારી ગઈ ! મેં દેશ માટે જેટલા પુરસ્કાર જીત્યા છે એ આપ સૌના આશીર્વાદથી જીત્યા છે. હું આપ સૌ દેશવાસીઓની હંમેશા આભારી રહીશ !”
આ સમયે બાજુમાં બેઠેલી મહિલા પહેલવાન વિનેશ ફોગાટ રડી પડી હતી અને કહ્યું હતું : “અમે પોતાનું દુ:ખ કોને કહીએ? અમે હજુ લડી રહ્યા છીએ ! હવે સંજયસિંહને WFIના પ્રમુખ તરીકે ચૂંટ્યો છે, તો મહિલા પહેલવાનોએ ઉત્પીડનનો સામનો કરવો પડશે !”
થોડાં પ્રશ્નો : [1] દેશની પહેલવાન દીકરીઓ આંસુ વહાવતી હોય છતાં સત્તાપક્ષને/ વડાપ્રધાનને કેમ કંઈ થતું નહીં હોય? આ દીકરીઓ ન્યાય માંગી રહી છે, સત્તાપક્ષના નેતાઓને મળી, ધરણાં કર્યા, પોલીસની લાઠીઓ ખાધી, અને હવે મજબૂર બની કુસ્તીને અલવિદા કહી ! શામાટે સત્તાપક્ષ બ્રિજભૂષણ સિંહને છાવરે છે? કેવું નાટક કર્યું? બ્રિજભૂષણની જગ્યાએ તેનો માણસને બેસાડી દીધો ! મહિલા પહેલવાનો સાથે આવું કપટ કરવાની શી જરુર? [2] મહિલા પહેલવાન કુસ્તીમાં જીતી પણ બદમાશો સામે હારી ગઈ, આ કેવી વ્યવસ્થા? જો ઓલમ્પિક પુરસ્કાર વિજેતા મહિલા પહેલવાનની આ સ્થિતિ હોય તો દેશની સામાન્ય મહિલાઓની/ ગરીબ મહિલાઓની સ્થિતિ કેટલી કફોડી હશે? [3] સૌથી ચોંકાવનારી ઘટના એ બની કે 22 ડીસેમ્બર 2023ના રોજ કુસ્તીબાજ બજરંગ પુનિયાએ સવારે 6.15 વાગ્યે ‘X’ પર વડાપ્રધાનને ઉદ્દેશીને લાંબો પત્ર પોસ્ટ કર્યો. તેમાં લખ્યું કે હું મારો પદ્મશ્રી એવોર્ડ વડાપ્રધાનને પરત કરી રહ્યો છું. હવે આ સન્માનના બોજ હેઠળ જીવી શકીશ નહીં !” એટલું જ નહીં, બજરંગ પુનિયા એવોર્ડ પરત કરવા માટે વડાપ્રધાનના નિવાસસ્થાને ગયા હતા, પરંતુ અંદર જવાની પરવાનગી ન મળતાં તેમણે એવોર્ડ ત્યાં ફૂટપાથ પર જ મૂકી દીધો હતો ! પહેલવાનોની કેવી મજબૂરી ! બજરંગ પુનિયાએ અઢળક પરસેવો પાડીને આ સન્માન પ્રાપ્ત કર્યુ હતું, તેને ફૂટપાથ પર છોડતાં કેટલું દર્દ વેઠ્યું હશે? [4] દુ:ખની વાત એ છે કે આ પહેલવાનોએ અથાક પરસેવો પાડીને દેશને ગૌરવ અપાવેલ છે; તેની સાથે ઊભા ન રહો તો કંઈ નહીં પરંતુ વડાપ્રધાનના ભક્તો સાક્ષી મલિકને ગાળો આપી રહ્યા છે. અશોક નામના યુઝરે પોતાના પ્રોફાઈલમાં વડાપ્રધાનની તસ્વીર લગાવી છે, તે 22 ડીસેમ્બર 2023ના રોજ ‘X’ લખે છે : ‘સાક્ષી નામક કુતિયા ને કુશ્તી કો છોડા ચલો કુશ્તી સે ગંદકી સાફ હુઈ.” જ્યોતિ સિંહે ‘X’ પર લખ્યું : “તુમ લોગો કો એસે શર્મિંદા હોને કા મોકા બાર બાર મિલેગા, ડોન્ટ વરી.” ભક્તો માત્ર વડાપ્રધાનની સ્તુતિ કરીને અટકી જતા નથી, પરંતુ બીજાનું ચરિત્રહનન કરવામાં/ ગાળો દેવામાં બહાદુરી બતાવે છે ! ભક્તો ભક્તિ કરે તેની સામે વાંધો નથી, પણ ગોડસે કરતાં વધુ નકારાત્મકતા કેમ? વિચારો, સાક્ષી મલિક તમારી દીકરી હોય/ બહેન હોય તો તમે શું વિચારો? સૌથી મોટો સવાલ એ કે આપણને ‘ભારત માતા કી જય’ બોલવાનો અધિકાર છે ખરો? rs

[wptube id="1252022"]





