Wakaner :વાંકાનેર તાલુકા શિક્ષક સંઘ આયોજિત ત્રિદિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ આજે સમાપન.

વાંકાનેર તાલુકા શિક્ષક સંઘ આયોજિત ત્રિદિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ આજે સમાપન.

વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ ના પ્રમુખશ્રી યુવરાજસિંહ વાળાદ્વારા ત્રિદિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામા આવ્યું હતું જેમાં આજે સેમિફાઇનલમાં LT 11 સામે GCC અને DM11 સામે P&T 11આવી હતી..જેમાં ફાઇનલમાં DM11 અને GCC આવી હતી…જેમાં મયુરસિંહ ની ટીમ DM11 નો વિજય બની ચેમ્પિયન ટ્રોફી મેળવી હતી…આ મેચ માં મેન ઓફ ધ સીરીઝ અને બેસ્ટ બેટ્સમેન નીલુભા અને બેસ્ટ બોલર પરેશભાઈ બન્યા હતા આજે ફાઇનલ મૅચ માં મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ના પ્રમુખ દિનેશભાઇ હૂંબલ,વાંકાનેર tpeo શ્રી મંગુભાઇ પટેલ, ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી વિરમભાઈ દેસાઈ ,મોરબી જિલ્લા સંઘના આગેવાન મહેન્દ્રસિંહ ઝાલા, ચંદ્રસિંહ ,મહંમદહનીફ સિપાઈ ,ભાવેશભાઈ વાધેલા, દેવરાજભાઈ આલ ઉપસ્થિત રહ્યા હતા..આ સમગ્ર આયોજન સફળ બનાવવામાં વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી નજુભાઈ માથકિયા, બી.આર.સી. મયુરસિંહ પરમાર દ્વારા જહેમત ઉઠાવી હતી..








