
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : લ્યો બોલો 2 કરોડનો દારૂ ઝડપાયો : શામળાજી પોલીસે આ મહિનામાં ટ્રક સહીત દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો

અરવલ્લી જિલ્લામાં આવેલ શામળાજી રતનપુર અણસોલ ચેકપોસ્ટ પર જિલ્લા પોલિસની બાજ નજર હેઠળ ડિસેમ્બર મહિનામાં માત્ર 7 દિવસની અંદરજ દારૂ તેમજ મુદામાલ સહીત 2 કરોડ 17 લાખ રૂપિયાનો દારૂ ઝડપી લઇ બુટલેગર સામે પોલીસે લાલ આંખ ચીંધી છે
રાજેસ્થાન રાજ્યમાંથી ગુજરાતમાં દારૂ ગુસાડવા માટે હાલ બુટેલેગરો અવનવો કીમિયો શોધી રહ્યા છે પરંતુ બિનકાયદેસર રીતે જે દારૂ ઘુસાડવા ના પ્રયત્નો થઇ રહ્યાં છે ત્યારે ગાંધીનગર રેન્જ આઈ જી તેમજ અરવલ્લી જિલ્લા પોલિસ વડા દ્વારા પ્રોહીબિહેશન અંતર્ગત પ્રવુતિ અટકાવવા સૂચના આપતા ખાસ કરીને 31 ડિસેમ્બર ના રોજ દારૂની મહેફિલ અટકાવવા સારુ અરવલ્લી જિલ્લા પોલીસે સતર્ક બની છે જેમાં રાજેસ્થાન અને ગુજરાત રાજ્યને જોડતી શામળાજી પાસે આવેલ રતનપુર અણસોલ ચેકપોસ્ટ પર હાલ શામળાજી પોલીસે સિકન્જો સાધી બુટલેગરો પર તબાહી મચાવી ગુજરાતમાં ઘુસાડાતા પાસ પરમીટ વગરના મોટી માત્રામાં દારૂ ને ઝડપી બુટલેગરો સામે ફફડાટ જોવા મળી રહયો છે
ખાસ કરીને મોટા ટ્રક તેમજ મસ મોટી મોંઘી ઘાટ ગાડીઓ માંથી આ ડિસેમ્બર મહિના ની અંદર માત્ર સાત દિવસમાં દારૂ તેમજ મુદામાલ સહીત 2 કરોડ 17 લાખ થી વધુનો મુદામાલ ઝડપી પાડ્યો છે ત્યારે હાલ તો જે જિલ્લા પોલિસ દ્વારા હાલ 31 ડિસેમ્બર ને લઇ વિવિધ વાહનોનું ચેકીંગ જિલ્લા ની વિવિધ ચેકપોસ્ટ પર કરવામાં આવી રહ્યું છે ત્યારે ખાસ કરીને ગુજરાતમાં દારૂ ઘુસાડવાના પ્રયત્નો ને નિષ્ફર બનાવવા જિલ્લા પોલિસ સતર્ક બની છે








