MORBI:જીવાપર (આ.) સમસ્ત પાટીદાર સમાજનો પ્રથમવાર સ્નેહમિલન સમારોહ યોજાયો! સમગ્ર ખર્ચ નાં દાતાઓ નું સન્માન કરવામાં આવ્યું!

જીવાપર (આ.) સમસ્ત પાટીદાર સમાજનો પ્રથમવાર સ્નેહમિલન સમારોહ યોજાયો! સમગ્ર ખર્ચ નાં દાતાઓ નું સન્માન કરવામાં આવ્યું!

(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી) મોરબી થી ૨૫ કિલોમીટર દૂર આવેલ આમરણની નજીક આવેલા જીવાપર ગામના સમસ્ત પાટીદાર પરિવારનો સ્નેહમિલન સમારોહ રવિવારે રોકડિયા હનુમાનજી મંદિરના સાનિધ્યમાં યોજાઈ ગયો. પહેલી વાર સ્નેહમિલન સમારોહ હોય વર્ષોથી જુદા પડી ગયા હોય અને એકબીજાને ઓળખતા ન હોય તેમની ઓળખાણ થશે તેવી ભાવનાથી હોશભેર સૌ પરિવારે ભાગ લીધો હતો. મોરબી થી ૨૫ કિલોમીટર દૂર આવેલા પંખીના માળા જેવું નાનકડું ગામ એટલે જીવાપર. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. સિંચાઈની કોઈ સુવિધા ન હોય તમામ ખેતી વરસાદ આધારિત હતી. તો ઘણીવાર વરસાદ ની અનિયમિતતા ના કારણે દુષ્કાળ જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડતો. અને આવા સમયે ૩૦-૩૫ વર્ષ પહેલા તે સમયના યુવાનોએ અન્ય વ્યવસાય માં કિસ્મત અજમાવવા ગામ છોડ્યું અને કિસ્મત એ યારી આપતા સારું એવું કમાયા છે. ત્યારબાદ શહેરીકરણનો ક્રેઝ વધતા હાલ મોટાભાગના પરિવારો મોરબી શહેરમાં જુદા જુદા વિસ્તારમાં રહે છે. પરંતુ એક જ ગામના હોય કોઈ એકબીજાને ઓળખતા ન હોય ત્યારે જો સ્નેહમિલન સમારોહ યોજાય તો દરેક પરિવારના સભ્યો એકબીજાને ઓળખે તેવી એક ઉદાત ભાવના નો વિચાર એક વર્ષ પહેલાં રજૂ થયો હતો. પરંતુ સમયની પાબંધીને કારણે કરી શક્યા નહોતા. પરંતુ આ વખતે સમયસર જ સ્નેહમિલન સમારોહ નું આયોજન થતાં અને ૩૫ વર્ષ પહેલાં જે યુવાનોએ ગામ છોડ્યું હતું તેઓ આજે વડીલોની ભૂમિકામાં રહીને આયોજન કર્યું છે. અને આ સ્નેહમિલન સમારોહ નું અને હોલ નું ખર્ચ તે સમયે જ મોરબી માં આવ્યા છે અને સારૂં કમાયા છે તે એક પરીવારે ઉપાડ્યો છે તેવી જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ સૌએ સંપ સંગઠન અને સહકારની ભાવના વ્યક્ત કરી અને જેની જેટલી જે શક્તિ હોય તેટલી સૌ કોઈને મદદરૂપ થાય તેવી ઉદાત ભાવના સાથે સ્નેહમિલન સમારોહ યોજાઈ ગયો. આ સ્નેહમિલન સમારોહ નું ખર્ચ આપનાર મનસુખભાઈ દેત્રોજા નાં પરીવાર ના ત્રણેય સભ્યો નું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. પહેલીવાર સ્નેહમિલન સમારોહ યોજાયો હોય કોઈ ઉણપ રહી ગઈ હોય તો તે સુધારવા માટે આવતા વર્ષે સ્નેહમિલન સમારોહ યોજાય તેમાં સુધારી લેવો સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો. બાદ અન્ન ભેગા તેના મન ભેગા એ ઉક્તિ અનુસાર સૌએ પ્રીતિ ભોજન કર્યું અને આવતા વર્ષ એ ભવ્ય સ્નેહમિલન સમારોહ યોજાય તેવી ઉદાત અને હર્ષોલ્લાસ ભાવનાથી સૌ વિખુટા પડ્યાં હતાં.








