MORBI:મોરબીના ક્રાંતિનગર વિસ્તારમાં લોકોએ જાતે ગંદા પાણીની ગટર લાઈન ₹3 લાખના ખર્ચે કરી

MORBI:મોરબીના ક્રાંતિનગર વિસ્તારમાં લોકોએ જાતે ગંદા પાણીની ગટર લાઈન ₹3 લાખના ખર્ચે કરી
“પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને પાલિકા પંચાયતોનું તંત્ર પ્રજાલક્ષી કાર્યમાં નિષ્ફળ રહ્યું!”

મોરબી ઉદ્યોગ નગરી વિસ્તારમાં તંત્ર અને નેતાઓ પ્રજા ચિંતક કામગીરીમાં સતત નિષ્ફળની વડીયા છે તેના ભાગરૂપે મતદાર પ્રજા સમસ્યાનો ભોગ બની રહી છે છતાં નીભર તંત્ર નક્ટી નેતાગીરી સસ્તી પ્રસિદ્ધિ અને વિકાસની વાતોની બૂમાબૂમ કરી રહ્યા છે ત્યારે મોરબીના ક્રાંતિનગર વિસ્તારમાં ગામ પંચાયત કે નગરપાલિકા દ્વારા સમસ્યાનો અંત લાવવામાં નિષ્ફળ રહ્યા હોય જેના પરિણામે તે વિસ્તારના લોકોએ પોતાના સર્વ ખર્ચે અંદાજિત ₹3 લાખ ની ગંદા પાણીની ગટરની સિમેન્ટના ભૂંગળા નાખીને લાઈન જાતે પોતાના વિસ્તારમાં મૂકી પોતાની સમસ્યા પોતે દૂર કરવા લાગ્યા છે પરંતુ ધારાસભ્યો સંસદ સભ્યો કે સરપંચો પાલિકાના નગરસેવકો માત્ર ચૂંટણી વખતે મતદાર પ્રજાના મતને મેળવ્યા બાદ દર્શન દુર્લભ રહ્યા છે જેના પરિણામે મોરબીના વોર્ડ નંબર 1 થી 13 માં સમસ્યાઓથી મતદાર પ્રજા પરેશાન છે હાલ ભાજપ શાસનકાળમાં સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શક અંતર્ગત વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું રથ ગામડે ગામડે ફરી રહ્યો છે પરંતુ ખાટલે મોટી ખોટ શેરના મુખ્ય વિસ્તારોમાં સમસ્યાઓની હારમાળા ભોગવતા મતદાર પ્રજાની વેદના ને પારખવાની દ્રષ્ટિ ના બદલે ખુદની ખોટી વાહ વાહ કરવામાં સક્રિય રહેલા નેતાઓ અને સરકારી બાબુઓ મોરબીના વિવિધ વિસ્તારોમાં સમસ્યાઓનો અંત લાવવા મા નિષ્ક્રિય નિષ્ફળ રહ્યા હોય તેમ માળીયા ફાટક પાસે ના નજીક આવેલ ક્રાંતિનગર વિસ્તાર મા રોડ રસ્તા પાણી લાઈટની પ્રાથમિક સુવિધા થી લોકો વંચિત રહ્યા છે ત્યારે સૌનો સાથ સૌનો વિકાસ સૂત્રને સાર્થક કરી શકાય તેવું એક કાર્ય મોરબીના વિસ્તારમાં ભાજપ શાસનકાળ માં એક પણ સમસ્યા મુક્ત કાર્ય દેખાતું નથી જેના પરિણામે ક્રાંતિનગર વિસ્તારના લોકોએ ફંડ ફાળો પોતાના વિસ્તારમાંથી જ કરી ₹3 લાખના ખર્ચે ગટરના ગંદા પાણીની નિકાલ માટે સિમેન્ટ ની પાઇપ ભૂંગળા નથી ગંદા પાણીનો નિકાલ કરી જાતે સ્વચ્છતા પોતાનો વિસ્તાર રહે તેવા પ્રયાસો કર્યા છે ત્યારે ચૂંટણી વખતે ગામ પંચાયત અને ભૂતકાળમાં નગરપાલિકા પણ લાભ લઈ ચૂકી છે ત્યારે મોરબી થી માળીયા મિયાણા મત વિસ્તારના ધારાસભ્ય ના જનસભા કાર્યાલય નજીકના વિસ્તારમાં સમસ્યા મુક્ત કરવામાં નિષ્ફળ રહ્યા હોય તેમ ગંદા પાણીની ગટરની નિકાલ ની કામગીરી કરતા ક્રાંતિનગર વિસ્તારના રહીશો તસવીરમાં દ્રશ્યમાન થાય છે








