TANKARA:ટંકારા બાર એસોસીએશનના હોદેદારોની બિન હરીફ વરણી કરવામાં આવી : પ્રમુખ પરેશ ઉજરીયા

ટંકારા બાર એસોસીએશનના હોદેદારોની બિન હરીફ વરણી કરવામાં આવી : પ્રમુખ પરેશ ઉજરીયા
ટંકારા બાર એસોસિયેશનના પ્રમુખ, ઉપપ્રમુખ અને સેક્રેટરીની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. નવા હોદેદારોને બાર એસોસિયેશન તમામ સભ્યોએ શુભેચ્છા પાઠવી હતી. ઉપરાંત નવી ટીમે હંમેશા કાર્યરત રહેશે તેવી ખાતરી આપી હતી. ટંકારા બાર એસોસીએશનની ચુંટણી ન કરવાની પરંમપરા જાળવી રાખી સર્વાનુમતે નિર્ણય લેવાયો.ટંકારા બાર એસોના પ્રમુખ, ઉપપ્રમુખ અને સેક્રેટરીની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. જેમાં ટંકારા બાર એસોસિયેશનના એડવોકેટ પરેશ ઉજરીયા પ્રમુખ પદે અને જોશીલા યુવા એડવોકેટ કાનજી દેવડા ઉપપ્રમુખ તરીકે અને અમિત જાનીને સેકેટરી તરીકે વરણી કરવામાં આવી હતી.

નવા હોદેદારોને ટંકારા બાર એસોસિયેશનના તમામ સભ્યોએ શુભેચ્છા પાઠવી અભિનંદન આપ્યા હતા ત્યારે હોદ્દેદારોએ પણ એડવોકેટ સંબંધિત કોઈપણ મુશ્કેલીઓના નિવારણ માટે નવી ટીમ હંમેશા કાર્યરત રહેશે તેવી ખાતરી આપી હતી. ઉલ્લેખનીય છે કે ટંકારા કોર્ટ કાર્યરત થઈ ત્યારથી અત્યાર સુધી બાર એસોસીએશન દ્વારા કોઈપણ વખત ચુંટણી યોજાઈ નથી. આ માટે કાયદાના તજજ્ઞ અતુલ ત્રિવેદી અને પિયુષ ભટાસણા સહિતનાએ ભારે જહેમત ઉઠાવી હતી.
ભાગિયા, અલ્પેશભાઈ દલસાણિયા,હિરેનભાઈ નિમાવત,અરવિંદભાઈ છત્રોલા,હિતેષભાઈ ભોરણિયા,બી.વી.હાલા,અમિત ભટાસણા,બિપીન સોલંકી,કલ્પેશ સેજપાલ,જ્યોતિબેન દુબરીયા,કિષ્નાબેન પટેલ, રવિ લો, રાહુલ ડાંગર મુકેશ વી.બારૈયા, જોશનાબેન કે.ચૌહાણ, રજનીશગીરી ગોસાઈ, અનુલભાઈ લવજીભાઈ ઢેઢી, પ્રતિપભાઈ મુછારા, રાજેન્દ્રપરી ગોસાઈ,નિલેશભાઈ ભાગીયા, શક્તિરાજસિંહ ઝાલા, રણજીતભાઈ ડી.ડાંગર, જ્યોતી પી. દુબરીયા, કેતનભાઈ બી.ચૌહાણ, દેવજીભાઈ આર.ચૌહાણ, મુસ્તાકભાઈ આઈ.સોલંકી, હિરેનભાઈ આર.ભાગીયા, ખમ્માબેન એન.પાડલીયા, કિષ્નાબેન પી.ભાગીયા, કિશનભાઈ બી.ભાગીયા, દિવ્યાબેન જે.પિત્રોડા, જુગલ આર.ગાંધી, ધવલ આર.ગાંધી, મિલન બી ભટાસણા, મિલનભાઈ એમ ઢેઢી, પાર્થ એલ પટેલ, રસ્મિતાબેન મેરા, મેહુલભાઈ જે દુબરીયા સહિતના ઓએ રૂબરૂ અને ટેલિફોનિક શુભેચ્છા પાઠવી હતી.








