
ખેડૂતો જાગો ! શું તમે જાણો છો કે તમારી જમીનનો કબજો તમારી પાસે છે પણ સરકારી ચોપડે બીજાના નામે બોલે છે?
આવું કેમ થયું છે? સરકારે જમીન માપણી ખોટી રીતે કરી છે. જેના 7/12 ના ઉતારામાં નકશો આવે છે, એવા ગુજરાતના 12,220 ગામોના ખેડૂતો ભૂલ ભરેલી જમીન માપણીના ભોગ બન્યા છે. જે ગામમાં ખેડૂતો પોતાના ખેતરના 7/12 કઢાવે ત્યારે 7/12માં જમણી બાજુ ઉપરના ભાગે પોતાના ખેતરનો નકશો આવે છે એવા તમામ ખેડૂતોના ખેતરમાં ભૂલ છે ! જમીન માપણી કરનાર કંપનીએ ગડબડ કરી છે. તેમાં કામ કરતા હિન્દી ભાષી હતા, જેને સ્થાનિક ભાષા કે ખેતીના શબ્દો શેઢા, પાળા, ક્યારા, ખૂંટા, ખરાબો, પોત ખરાબો, પયું પલ્લે પડતા નહોતા કે ખેડૂતોની ભાષા સમજાતી નહોતી. એટલે મોટા ભાગે રૂબરૂ ખેતરે જઈ માપવાને બદલે ઓફિસમાં બેસી સેટેલાઇટથી માપણી કરી હાથ ખંખેરી નાખ્યા છે ! જમીન માપણી ખેડૂતના હિત માટે ન હતી, કંપનીના હિતમાં માટે હતી ! સરકારે પોતાના સરકારી સર્વેયરો પાસે જમીન માપણી કરાવ્યા પછી સ્વીકારવું પડ્યું છે કે દરેક ખેતરમાં 5 – 6 ગણી ભૂલો છે ! તો ખેડૂતોએ જાગવાની જરુર છે.
હવે શું થઈ શકે? તમારી પાસે માત્ર 10 જ દિવસ છે. વાંધા અરજી આપો. સરકારી ખાતું માપવા આવશે, માપીને જતા રહશે, ખેડૂતોને કોઈ મુશ્કેલી પડવાની નથી. 31 ડીસેમ્બર 2023 પછી તમારી વાંધા અરજી / ભૂલ સુધારણા અરજી સ્વીકારમાં આવશે નહીં.
વાંધા અરજી/ ભૂલ સુધારણા અરજી કઈ જગ્યાએ કરવાની છે? દરેક જિલ્લા મથકે DILR-District Inspector Land Records/SLR એટલે કે જમીન માપણી અધિકારીની કચેરી હોય છે, જેને આપણે ‘સર્વે ભવન’ કે ‘મોજણી ભવન’થી ઓળખીએ છીએ. ત્યાં ભૂલ સુધારણા અરજી-ફોર્મ ઉપલબ્ધ છે. તે માંગવાથી મફત મળે છે. તે ફોર્મ લઇ, તેની સાથે 7/12 ની નકલ જોડી ત્યાં ને ત્યાં ભરીને આપી શકાય છે. જો 7/12 ની નકલ સાથે ન હોય તો તે કઢાવી ફોર્મ ભરી 7/12 ની નકલ જોડી આ જ કચેરીમાં વાંધા/ભૂલ સુધાર અરજી જમા કરાવો.
વાંધા/ભૂલ સુધાર અરજી શામાટે કરવી જરુરી છે? ભવિષ્યમાં ખોટી રીતે થયેલી જમીન માપણી ખેડૂતોમાં વેરઝેર ઉભા કરશે, ખૂન ખરાબાઓ કરાવશે. ભાઈ ભાઈનો દુશ્મન બનશે. ખેડૂત અંદરોઅંદર જ ઝઘડી કોર્ટે ચડશે ! જો આવું ન ઈચ્છતા હો, જમીન બચાવવી હોય તો વાંધા/ભૂલ સુધાર અરજી કરવી જરુરી છે. ખેડૂતો ! અરજી કરો અને કરાવો. ઝઘડા નિવારવા આ અટકાયતી પગલું છે !rs [સૌજન્ય : પાલભાઈ આંબલિયા 9924252499 / ગિરધરભાઈ વાઘેલા 9428862999]

[wptube id="1252022"]





