MORBI:મોરબી એ ગ્રેડ નગરપાલિકાના વિસ્તારોમાં સમસ્યાઓ પણ બની એ ગ્રેડ!!! જાહેર માર્ગો પર રખડતા ઢોર અને કુતરા નો આંતક

મોરબી એ ગ્રેડ નગરપાલિકાના વિસ્તારોમાં સમસ્યાઓ પણ બની એ ગ્રેડ!!! જાહેર માર્ગો પર રખડતા ઢોર અને કુતરા નો આંતક
(વાત્સલ્યમ્ સમાચાર )

મોરબી તાલુકામાંથી જિલ્લાનું પ્રમોશન મેળવ્યાને એક દસકો વીતી ગયો છે છતાં પણ આજે ગામડાથી બત્તર પરિસ્થિતિમાં મોરબી ના મતદારો રહ્યા છે એ વાતને કોઈ શંકાનું સ્થાન નથી નગરપાલિકામાં કોંગ્રેસ શાસન હોય કે ભાજપનું સમસ્યાઓની હાર માળા મતદાર પ્રજા માટે ચિંતક રહી છે ઐતિહાસિક જુલતાપુલ દુર્ઘટના બાદ સુપર સીડ થયેલ નગરપાલિકામાં સરકારી બાબુઓ દ્વારા મતદાર પ્રજાની સમસ્યા હાલ કરવા માટે ની જીમેદારી સોંપવામાં આવી છે હા એ જ નગરપાલિકા ને એ ગ્રેડ નગરપાલિકાનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે એટલે જ કદાચ સમસ્યાઓ પણ મોરબીમાં એ ગ્રેડ થઈ હોય તેવું મોટાભાગની બુદ્ધિ જેવી પ્રજા મહેસૂસ કરી રહી છે મોરબીના વોર્ડ નંબર 1 થી 13 માં સ્વચ્છતા નો સતત અભાવ રહ્યો હોય તેમ ગંદકી ઉભરાતી ગટરો અને ગંદા પાણીના વહેતા જાહેર માર્ગો પર તલાવડા દુર્ગંધ યુક્ત વાતાવરણ મોરબી પથકમાં રહે છે મોરબીના જાહેર માર્ગો પર રખડતા ઢોર અને ઠંડીના માહોલમાં કૂતરાઓનો આંતક વધી રહ્યો છે ત્યારે એ ગ્રેડ નગરપાલિકાના જવાબદાર સરકારી બાબુઓ એ ગ્રેડ કામગીરી કરે તેવી લાગણીઓ સાથે માંગણી ઊઠવા પામી છે મોરબીના રવાપર રોડ પર આવેલ એવન્યુ પાર્કમાં ગત તારીખ 14 ના રોજ રાત્રિના સમયે ગોઠણના પાછળના ભાગે કૂતરાએ બટકું ભર્યાની ફરિયાદ મોરબી નગરપાલિકામાં નોંધાય છે છતાં રખડતા ઢોર અને કૂતરાઓનો અંતક નો અંત લાવવામાં એ ગ્રેડ નગરપાલિકાના સરકારી બાબુઓ અને પ્રજાના પ્રતિનિધિઓ પ્રજા ચિંતક સમસ્યાનો અંત લાવે તે ડિજિટલ યુગમાં જરૂરી બન્યું છે માત્ર વિકાસની વાતો કરવાથી વિકાસ થતો નથી તે આધુનિક યુગમાં સૌ જાણે છે








