NATIONAL

જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલો, ભારતીય સેનાના વાહન પર ગોળીબાર, ત્રણ જવાનો શહીદ

જમ્મુ-કાશ્મીરના પુંછમાં ફરી એકવાર આતંકી હુમલો થયો છે. ગુરુવારે સેનાના એક વાહન પર ફાયરિંગ થયું હતું, જેમાં ત્રણ જવાન શહીદ થયા હતા અને ત્રણ જવાન ઘાયલ થયા હતા.

મળતી માહિતી મુજબ, આ આતંકી હુમલા રાજૌરી સેક્ટરના થાનામંડી વિસ્તારમાં બે સૈન્ય વાહનો પર થયા હતા. પૂંચ જિલ્લાના સુરનકોટ તાલુકામાં બાફલિયાઝ પોલીસ સ્ટેશન મંડી રોડ પર જઈ રહેલા સેનાના વાહનને નિશાન બનાવીને હુમલો કરવામાં આવ્યો હતો. જવાનો ગઈકાલ સાંજથી આ વિસ્તારમાં સક્રિય આતંકવાદીઓ વિરુદ્ધ સંયુક્ત ઓપરેશનમાં ભાગ લેવા જઈ રહ્યા હતા.

ઘાયલ જવાનોને સેનાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ જ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આતંકીઓ ઓચિંતો હુમલો કરી રહ્યા છે. સર્ચ ઓપરેશન દરમિયાન કિશ્તવાડ પોલીસને એક આતંકી પરવેઝ અહેમદ ઉર્ફે હરિસની ધરપકડ કરવામાં સફળતા મળી છે. ભારતીય પોલીસ છેલ્લા 18 વર્ષથી આતંકીને શોધી રહી હતી.
આતંકી હુમલા બાદ ભારતીય સેનાના જવાનોએ પણ તરત જ જવાબી કાર્યવાહી કરી હતી. પોલીસ અને સેનાની કાર્યવાહી ચાલુ છે.

[wptube id="1252022"]
Back to top button