NATIONALSPORTS

સંજય સિંહ રેસલિંગ ફેડરેશનના પ્રમુખ તરીકે ચૂંટાતા કુસ્તીબાજ સાક્ષી મલિકનો સંન્યાસ

અનુભવી કુસ્તીબાજો સાક્ષી મલિક, વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાએ ભારતીય કુસ્તી મહાસંઘ (WFI) ના પ્રમુખ તરીકે ભાજપના સાંસદ બ્રિજ ભૂષણ સિંહના નજીકના સંજય સિંહની ચૂંટણી પર પ્રતિક્રિયા આપી છે.

ભાજપના સાંસદ બ્રિજભૂષણ સિંહના નજીકના સંજય સિંહને રેસલિંગ ફેડરેશન (WFI)ના પ્રમુખ તરીકે ચૂંટાવાને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. અનુભવી કુસ્તીબાજો સાક્ષી મલિક, વિનેશ ફોગટ અને બજરંગ પુનિયાએ કહ્યું કે અમને ન્યાય મળ્યો નથી. તેમજ સાક્ષી મલિકે સંજય સિંહની પસંદગીના વિરોધમાં કુસ્તીમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી.

પ્રેસ કોન્ફરન્સમાં ભાવુક દેખાતી અનુભવી રેસલર સાક્ષીએ કહ્યું કે ફેડરેશન સામેની લડાઈમાં ઘણા વર્ષો લાગ્યા. હું મારી કુસ્તી છોડી દઉં છું.

[wptube id="1252022"]
Back to top button