NAVSARI

Navsari: ‘સાંસદ દિશા દર્શન’ કાર્યક્રમ હેઠળ નવસારી જિલ્લાના કુલ ૫૦૦ થી વધુ ગાર્બેજ સ્પોટને સ્વચ્છ કરવામાં આવ્યા

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારીતા.૦૮ ડીસેમ્બર થી ૨૦ ડીસેમ્બર સુધીમાં કુલ ૨૮૦ ટન કચરો એકત્રિત કરાયો૧૨૦૦૦ થી વધુ લોકો જનભાગીદારી થકી “સ્વચ્છ નવસારી, જવાબદારી અમારી” કેમ્પેઈનમાં જોડાયાવડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અવિરતપણે ચાલી રહ્યું છે. જેને નવસારીના સાંસદશ્રી સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ નવસારીમાં સતત વેગ મળી રહ્યો છે. જેના ભાગરૂપે નવસારી જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં ‘સાંસદ દિશા દર્શન’ અંતર્ગત “સ્વચ્છ નવસારી, જવાબદારી અમારી”  કેમ્પેઈન હેઠળ સ્વચ્છતા અભિયાન કાર્યરત છે . જેના ભાગરૂપે નવસારી જિલ્લા અને તાલુકા કક્ષાએ સ્વચ્છતા અભિયાનને વધુ અસરકારક બનાવવા માટે નવસારી જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતાના માર્ગદર્શન હેઠળ ગામના જાહેર સ્થળો અને સંસ્થાઓની આસપાસ સ્વચ્છતાલક્ષી પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે.“સ્વચ્છ નવસારી, જવાબદારી અમારી” કેમ્પેઈનમાં જનપ્રતિનિધિઓ, પદાધિકારીઓ, જિલ્લાનાં  અધિકારીઓ, સરપંચશ્રીઓ, સ્થાનિક લોકો,  સંસ્થાના લોકો, યુવાનો વિગેરે ઉત્સાહપૂર્વક જોડાઈને કેમ્પેઈનને સફળ બનાવી રહ્યા છે. જિલ્લાના નગરપાલિકાઓ તથા ગામોના ગાર્બેજ સ્પોટને સ્વચ્છ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવે છે. આ કેમ્પેઈન હેઠળ નવસારી જીલ્લામાં તા. ૮ ડીસેમ્બર થી ૨૦ ડીસેમ્બર સુધી નવસારી જિલ્લાના ૫૦૦ થી વધુ ગાર્બેજ પોઈન્ટને સ્વચ્છ સ્થળોમાં રૂપાંતરિત કરવામાં આવ્યા. સાથે ૧૨૦૦૦ થી વધુ લોકો જનભાગીદારી થકી “સ્વચ્છ નવસારી, જવાબદારી અમારી” કેમ્પેઈનમાં જોડાયા છે.

આ કેમ્પેઈન હેઠળ અત્યાર સુધી જલાલપોર તાલુકાના ૧૮૪ ગાર્બેજ પોઈન્ટ પરથી ૧૬ ટન કચરો, ગણદેવીના ૫૧ ગાર્બેજ પોઈન્ટ પરથી ૧૫ ટન કચરો, ચીખલી તાલુકાના ૧૧૧ ગાર્બેજ પોઈન્ટ પરથી ૩૧ ટન કચરો, ખેરગામ તાલુકાના ૩૪ ગાર્બેજ પોઈન્ટ પરથી ૦૫ ટન કચરો, વાંસદા તાલુકાના ૫૬  ગાર્બેજ પોઈન્ટ પરથી ૦૨ ટન કચરો અને નવસારી તાલુકાના ૬૯ ગાર્બેજ પોઈન્ટ પરથી ૬૩ ટન કચરો “સ્વચ્છ નવસારી, જવાબદારી અમારી” કેમ્પેઈન હેઠળ એકત્રિત કરી સ્થળોને સ્વચ્છ કરવામાં આવ્યા હતા.

‘સાંસદ દિશા દર્શન’ કાર્યક્રમ અંતર્ગત “સ્વચ્છ નવસારી, જવાબદારી અમારી’ અભિયાન અંતર્ગત સફાઈ અભિયાનમાં લોકો ઉત્સાહભેર ભાગ લઇ જાહેર જગ્યાઓથી કચરો દૂર કરી કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા ગોઠવી સમગ્ર નવસારી જિલ્લાને સ્વચ્છ બનાવવાનો સફળ પ્રયાસ કરી રહ્યા છે.

[wptube id="1252022"]
Back to top button