Navsari: વાંસદાના બોરીયાછ ગામે વિધાનસભાના નાયબ દંડક વિજયભાઈ પટેલના અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
છેવાડાના લોકો સુધી કેન્દ્ર અને રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓ પહોંચાડવા માટે સમગ્ર દેશમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ શરૂ કરી છે – વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી વિજયભાઈ પટેલ
કેન્દ્ર અને રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓ છેવાડાના લોકો સુધી પહોંચાડવા માટે સમગ્ર દેશમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ શરૂ કરી છે. નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના બોરીયાછ ગામે વિકસિત ભારત સંકલ્પયાત્રા રથનું આગમન થયું હતુ. ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથને હર્ષભેર આવકાર્યો હતો. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી વિજયભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં અને અધ્યક્ષ સ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવ વિશેષ ઉપસ્થિત રહયા હતાં.
કાર્યક્રમમાં સંબોધન કરતાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી વિજયભાઈ પટેલે જણાવ્યુ કે, આ યાત્રાના માધ્યમથી સરકારની પ્રજાલક્ષી યોજનાઓના લાભો જનજન સુધી પહોંચાડવા સરકાર કટિબદ્ધ છે. યાત્રાના રથ થકી જરૂરિયાતમંદ લોકોને વિવિધ યોજનાકીય લાભોથી લાભાન્વિત કરાઈ રહ્યા છે. લોકોના જીવન બદલવાનું અને જીવન ધોરણ સુધારવાનું કાર્ય એ વિકસિત ભારત યાત્રાનું લક્ષ્ય છે.
રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓ નાગરિકો માટે અમલી બનાવી છેવાડાના ગામો સુધી યોજનાઓ પહોચે એવા પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યાં છે.
બોરીયાછ ગામે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, આઈ.સી.ડી.એસ. સહિતની યોજનાઓના લાભ પાત્રતા ધરાવતા લાભાર્થી સુધી પહોંચાડવામાં આવ્યા હતા.
‘મેરી કહાની-મેરી ઝુબાની’ અંતર્ગત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (આયુષ્માન કાર્ડ), પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના સહિતની કેન્દ્રની યોજનાઓના લાભાર્થીઓએ પોતાનો પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લીધો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ નાગરિકોએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પ સંદેશને ડિજિટલ માધ્યમથી ગ્રામજનોએ નિહાળ્યો હતો.
આ પ્રસંગે પ્રાંત અધિકારી શ્રી ડી.આઇ.પટેલ, તાલુકા વિકાસ અધિકારીશ્રી, સરપંચશ્રી, પદાધિકારીઓ/અધિકારીઓ અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.






