MORBI:મોરબીની ફાયર ટીમ દ્વારા બે શાળામાં ફાયર સેફટી તાલીમ અંગેનો સેમીનાર યોજાયો

મોરબીની ફાયર ટીમ દ્વારા બે શાળામાં ફાયર સેફટી તાલીમ અંગેનો સેમીનાર યોજાયો
મોરબીના સામાકાંઠે આવેલ તેમજ શકત શનાળા ગામે આવેલ એમ કુલ બે શાળામાં મોરબી ફાયર વિભાગની ટીમ દ્વારા ફાયર સેફટી અંગે જાગૃતતા લાવવા તેમજ આગ કે અન્ય આકસ્મિક બનાવોના સમયે શું કરવું તેની માહિતી આપતો સેમીનાર યોજાયો હતો
જે સેમીનારનો બે શાળાના ૧૧૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો જેમાં મોરબી ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજા તથા લીડિંગ ફાયરમેન જયેશભાઈ ડાકી અને તેમની સમગ્ર ટીમ હાજર રહી આગ લાગે તો શું કરવું અને આગ ન લાગે તેના માટે શું કરવું જે અંગે સ્પષ્ટપણે માહિતી આપી લાઈવ ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.

તથા મોરબી ફાયર દ્વારા કેવી ટેકનોલોજીના સાધનો છે, તથા ફાયર આપણને કઈ રીતે ઉપયોગી થઈ શકે જે અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તકે મોરબી ફાયર ટીમ શાળામાં ઉપસ્થિત રહી તમામ વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કરવા બદલ બને શાળાના પ્રમુખ દ્વારા મોરબી ફાયર ટીમનો આભાર માનવામાં આવ્યો હતો.








