BHARUCHNETRANG

નેત્રંગ ટાઉનમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉષ્માભેર સ્વાગત…

નેત્રંગ ટાઉનમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉષ્માભેર સ્વાગત..

 

*વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભો વિતરણ કરાયા : મેરી કહાની મેરી જુબાની અંતર્ગત લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો આપ્યા*

 

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

 

આધુનિક રથ સાથે ગામેગામ યોજના લઈ પહોંચતી વિકાસ યાત્રાનું ધારાસભ્ય રીતેશભાઈ વસાવા અને ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ના ડેપ્યુટી સેક્રેટરી ડૉ.દિનેશકુમાર અને જીલ્લા મુખ્ય આરોગ્ય અઘીકારી ડૉ.જે.એસ.દુલેરા ની ઉપસ્થિતિમાં નેત્રંગ તાલુકાના નેત્રંગ ગામે વનવિભાગની કચેરી ખાતે ગ્રામજનો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાયું તેમજ ૩૦-૧૧-૨૦૨૩ થી વિકસિત ભારત સંકલ્પ યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી જેમાં નેત્રંગ તાલુકાના ૭૭ ગામોમાં અને ૩૯ ગ્રામ પંચાયતો ના સરપંચઅને સભ્ય દ્વારા અને ગ્રામજનો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાયું

 

સરકારના વિવિઘ લાઈન ડીપાર્ટમેન્ટની જનકલ્યાણની યોજનાનો લાભ ખાતરીપૂર્વક આપવાના મંત્ર સાથે ભરૂચ જિલ્લાનાં નેત્રંગ તાલુકામાં ભ્રમણ કરી વિકસિત ભારત સંકલ્પ યાત્રા ૭૭ ગામોની ૩૯ ગ્રામ પંચાયતો માં સફળતાપૂર્વક ફરી ચૂકી છે. આધુનિક એલ. ઈ. ડી સ્ક્રીન થી સજ્જ રથો સાથે ગામેગામ પહોંચતી આ યાત્રાનું ગ્રામજનો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું અને ગામની કુમારિકાઓ દ્વારા રથનું કંકુ, ચોખા અને ફુલોથી ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

 

કાર્યક્રમ દ્વારા ‘ધરતી કરે પોકાર કે’ અંતર્ગત પ્રાથમિક શાળાના બાળકો દ્વારા ધરતી માતાની પીડાને ઉજાગર કરતી સુંદર નાટ્યકૃતિ રજૂ કરવામાં આવી હતી. જેના દ્વારા ગ્રામજનોને સ્વચ્છતાનો સંદેશ આપી માં ધરતીની પીડા સમજાવવા બદલ ધારાસભ્યશ્રી અને તાલુકા પંચાયત નેત્રંગ ના પ્રમુખ અને તાલુકા પંચાયત ના સૌ સભ્યો દ્વારા એ બાળકોને પ્રોત્સાહન ઇનામપણ આપ્યું હતું.

 

આ સંકલ્પ યાત્રાની સાથે આરોગ્ય,ખેતીવાડી,પ્રઘાનમંત્રી આવાસ યોજના,પશુપાલન,સ્વચ્છ ભારત મિશન યોજના, મિશન મંગલમ,મનરેગા,મહેસુલ વિભાગની યોજના,બેન્ક ની વિવિઘ યોજના ના સ્ટોલ ઉભા કરી માહિતી તથા યોજનાના લાભો અને સહાયોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. તદ્દઉપરાંત વડાપ્રધાનશ્રીનો વિકસિત ભારતનો સંકલ્પ સંદેશો ગામેગામ પહોંચી રહ્યો છે ત્યારે મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાતા કાર્યક્રમોમાં લાભાર્થીઓ દ્વારા તેમના સ્વમુખે યોજનાકીય લાભો થકી તેમના જીવનમાં આવેલા ગુણાત્મક પરિવર્તનની વાત કરવામાં આવે છે.

 

 

કાર્યક્રમમાં સહભાગી બનેલા તમામ મહાનુભાવો તથા ગ્રામજનોએ ભારતને ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવા પોતાનુ યોગદાન આપવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી.

 

આ તકે નેત્રંગ ગ્રામ પંચાયતના સરપંચ હરેન્દ્રસિંહ દેશમુખ, તાલુકા પંચાયત પ્રમુખ વસુધાબેન વસાવા, ઉપપ્રમુખ નીતેશભાઈ પરમાર, જિલ્લા પંચાયતના સભ્ય વર્ષાબેન દેશમુખ અને તાલુકાના પંચાયત ના સભ્યો, તેમજ તાલુકા વિકાસ અઘીકારી સોહેલ પટેલ,મામલતદાર રીતેશભાઈ કોકણી, તાલુકા આરોગ્ય અઘિકારી ડૉ.એ.એન.સિંગ, પોલિસ સબ ઇન્સ્પેકટર રાજેન્દ્રસિંહ ગોહિલ અને વિસ્તરણ અધિકારી યોગેશ પવાર ના સફળ નેતૃત્વ હેઠળ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના તાલુકાના નોડલ તરીકે તાલુકા વહીવટી તંત્ર અને ગ્રામજનોએ બહોળી સંખ્યામાં હાજર રહી આ વિકાસની વણઝારને ઘર ઘર સુધી પહોંચાડતા રથના હર્ષભેર વધામણા કર્યા હતા.

[wptube id="1252022"]
Back to top button