MORBIMORBI CITY / TALUKO

MORBI: મોરબીના રફાળેશ્વર જીઆઈડીસીમાં મારુતિ પ્રોવિઝન સ્ટોરમાં થયેલ ગેસના સિલીન્ડર તથા રોકડ રકમની ચોરી કરનાર: એકની ધરપકડ

મોરબીના રફાળેશ્વર જીઆઈડીસીમાં મારુતિ પ્રોવિઝન સ્ટોરમાં થયેલ ગેસના સિલીન્ડર તથા રોકડ રકમની ચોરી કરનાર: એકની ધરપકડ

મોરબીના રફાળેશ્વર જીઆઈડીસીમાં આવેલ મારુતિ પ્રોવિઝન સ્ટોરમાં થયેલ ગેસના સિલીન્ડર તથા રોકડ રકમની ચોરી કરનાર ઇસમને ચોરીમાં ગયેલ મુદ્દામાલ તથા અન્ય શંકાસ્પદ મુદ્દામાલ સાથે પકડી પાડી ગણતરીના કલાકોમાં સમગ્ર ચોરીનો ભેદ ઉકેલી પકડાયેલ આરોપી વિરુદ્ધ ધોરણસની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર ગત તા.૧૪/૧૨ના રાત્રીમાં રફાળેશ્વર જીઆઇડીસીઆ આવે મારુતિ પ્રોવિઝન સ્ટોરમાં કોઈ અજાણ્યા ચોર ઈસમ દ્વારા દુકાનના તાળા તોડી ગેસના સિલીન્ડર નંગ-૦૩ રોકડ રકમ રૂ.૪૬૦૦/- મળી કૂલ રૂ.૧૨,૧૦૦/- નો મુદ્દામાલ ચોરી થયેલની મારુતિ પ્રોવિઝન સ્ટોરના માલિક દ્વારા તાલુકા પૉલ્યૂસ મથકમાં તા.૧૭/૧૨ na રોજ ફરિયાદ નોંધાવી હતી.

ઉપરોક્ત થયેલ ચોરીમાં ચોર ઇસમને પકડી પાડવા મોરબી તાલુકા પોલીસ અલગ-અલગ ટીમો બનાવી વોચ તપાસ હતા, તે દરમ્યાન મોરબી તાલુકાના રફાળેશ્વર ચોકડી પાસે વાહન ચેકીંગ કરતા દરમ્યાન એક મો.સા. રજી.નં. GJ-03-CQ-3014 વાળાનો ચાલક પોતાના કબ્જા ભોગવટાવાળા મો.સામાં બંને સાઇડ એક-એક તથા પાછળ સીટ ઉપર એક એમ કૂલ-૦૩ સિલીન્ડર સાથે શંકાસ્પદ હાલતમાં જણાતા પોકેટકોપના માધ્યમથી સર્ચ કરતા મો.સા.ના ઓર્નર માવજીભાઇ મનજીભાઇ જાદવ વાળા હોય મજકૂર ઇસમની સઘન પુછપરછ કરતા આરોપી અશોકભાઈ ગાંડાભાઈ ઉઘરેજા ઉવ.૩૨, રહે. વઘાસીયા, તા.વાંકાનેર, જી.મોરબીએ ઉપરોકત પ્રોવિઝન સ્ટોરની દુકાનમાં ચોરી કર્યાની કબુલાત આપતા તમામ મુદ્દામાલ કબ્જે કરેલ છે.તેમજ આરોપી પાસેથી ઉપરોકત ગુન્હાના મુદ્દામાલ સિવાય અન્ય શંકાસ્પદ મોબાઇલ ફોન નંગ-૦૬ કિં.રૂ.૧૦,૫૦૦/- તથા એક હિરો હોન્ડા કંપનીનુ સ્પ્લેન્ડર મોટર સાયકલ રજી.નં. GJ-03-CQ-3014 કિં.રૂ.૨૦,૦૦૦/- મળી કુલ રૂ.૩૦,૫૦૦/- નો ઉપરોકત ગુન્હા સિવાયનો મુદ્દામાલ મળી આવતા આરોપીની અટક કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button