WANKANER:ચકચારી નકલી ટોલનાકા પ્રકરણમા વાંકાનેરના ત્રણ અને મોરબીના એક પોલીસકર્મીની બદલી

ચકચારી નકલી ટોલનાકા પ્રકરણમા વાંકાનેરના ત્રણ અને મોરબીના એક પોલીસકર્મીની બદલી
વાંકાનેર : વાંકાનેરના ત્રણ અને મોરબી તાલુકાના એક પોલીસકર્મીની બદલી કરવામાં આવી છે. ચારેય પોલીસકર્મીઓને અલગ અલગ અન્ય તાલુકાની જગ્યાઓ ઉપર મુકવામાં આવ્યા છે. પોલીસકર્મીઓની બદલી પાછળ રાજ્યભરમાં ગાજેલા બોગસ ટોલનાકા પ્રકરણ નડી ગયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જાહેર કરાયેલ ઓર્ડરમાં વાંકાનેર સિટીમાં ફરજ બજાવતા દિવ્યરાજસિહ દેવેન્દ્રસિંહ ઝાલાને માંળીયા મી., વાંકાનેર સિટીમાં ફરજ બજાવતા ક્રુષ્ણરાજસિંહ પૃથ્વીરાજસિહ ઝાલાને ટંકારા, વાંકાનેર સિટીમાં ફરજ બજાવતા પ્રતિપાલ સિંહઅનિરુદ્ધસિંહ વાળાને ટ્રાફિક બ્રાન્ચમાં મુકવામાં આવ્યા છે. આ ત્રણેય પોલીસકર્મી વાંકાનેર સિટીના ડિસ્ટાફમાં ફરજ બજાવતા હતા. જ્યારે અન્ય એક મોરબી તાલુકામાં ફરજ બજાવતા પોલીસકર્મી જયદેવસિંહ ખોડુભા ઝાલાને કયુઆરટીમાં રાખવામાં આવ્યા છે.








