GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના સાપર ગામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ કાર્યક્રમ યોજાયો

મોરબીના સાપર ગામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ કાર્યક્રમ યોજાયો

ગ્રામજનોને પોતાના ઘરઆંગણે જ સરકારની જનકલ્યાણલક્ષી

યોજનાઓની માહિતી આપતી મોરબી જિલ્લાની ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’

મોરબી તાલુકા પંચાયત પ્રમુખશ્રી અશોકભાઈ દેસાઈ તથા

મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને લાભોનુ વિતરણ કરાયુ

મોરબી જિલ્લા સહિત સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ભ્રમણ કરી રહી છે. આ યાત્રા થકી નાગરિકોને પોતાના ઘરઆંગણે જ સરકારની જનકલ્યાણલક્ષી યોજનાઓની માહિતી તથા લાભ મળી રહ્યાં છે. ત્યારે મોરબી જિલ્લામાં આજરોજ મોરબી તાલુકાના સાપર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ હતી.

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને લાભોનુ વિતરણ કરાયુ હતુ. ઉપરાંત લાભાર્થીઓએ “મેરી કહાની, મેરી ઝુબાની” થીમ હેઠળ પોતાને મળેલા યોજનાકીય લાભો વિશેના પ્રતિભાવો રજૂ કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોએ રથના માધ્યમથી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીનો વિડીયો સંદેશ નિહાળ્યો હતો. ઉપસ્થિત ગ્રામજનોએ ભારત દેશને વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.

બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યર્કમો રજુ કરાયા હતા. આ સાથે મેડિકલ કેમ્પ તથા યોજનાકિય સ્ટોલ પ્રદર્શનનો લાભ સ્થાનિકોએ લીધો હતો.આ કાર્યક્રમ અન્વયે ખેડૂત મિત્રોને અધ્યતન ખેતી પદ્ધતિમાં ઓછા ખર્ચે અને નેનો યુરિયા ખાતરનો સરળતાથી છંટકાવ કરતા ડ્રોન ટેકનોલોજી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખશ્રી અશોકભાઈ દેસાઈ, ઉપપ્રમુખશ્રી જયેશભાઈ, એ.ટી.ડી.ઓ.શ્રી વિપુલભાઈ જીવાણી સહિત વિવિધ પદાધિકારીશ્રી, અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ,ગામના સરપંચશ્રી, તલાટી ક્રમ મંત્રીશ્રી, તાલુકા પંચાયત સ્ટાફ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button