MORBI:મોરબી જિલ્લાના યુવા મોરચા ની રચના પ્રમુખ મહામંત્રીની નિમણૂક કરવામાં આવી

મોરબી જિલ્લાના યુવા મોરચા ની રચના પ્રમુખ મહામંત્રીની નિમણૂક કરવામાં આવી

મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ તેમજ અન્ય જુદા જુદા મોરચાઓના પ્રમુખ જાહેર કરી દેવામાં આવ્યા હતા જોકે મોરબી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ નું નામ અને ટીમ જાહેર કરવામાં આવી ન હતી અને છેલ્લા ઘણા મહિનાઓથી આજે યાદી જાહેર થશે કે કાલે યાદી જાહેર થશે તેમ અવઢવ ચાલતી હતી જોકે હાલમાં મોરબી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ અને બે મહામંત્રીના નામ જાહેર કરવામાં આવ્યા છે જેથી લાંબા સમયથી બાહુબલી નેતાઓ વચ્ચે ચાલતી ખેંચતાણનો અંત આવ્યો હોય તેવું હાલમાં દેખાઈ રહ્યું છે અને હાલમાં જેના નામ જાહેર કરવામાં આવેલ છે

તેમાં મોરબી જિલ્લા ભાજપ યુવા ભાજપના પ્રમુખ પદે સાગરભાઇ સદાતીયા તથા મહામંત્રી તરીકે તપનભાઈ દવે અને શક્તિસિંહ જાડેજા ની વરણી કરવામાં આવેલ છે અને આગામી સમયમાં બાકીની ટીમ નવા પ્રમુખ દ્વારા જાહેર કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે અત્રે ઉલ્લેખનીએ છે કે આગામી સમયમાં લોકસભાની ચૂંટણી યોજવાની છે ત્યારે યુવા ભાજપની ટીમ ની મહત્વની ભૂમિકા રહેશે અને પાર્ટીને વફાદાર તેમજ ઉત્સાહી અને જોશીલા યુવાનને મોરબી જિલ્લા યુવા ભાજપનું પ્રમુખ પદ સોંપવામાં આવ્યું છે ત્યારે ભાજપની યુવા ટીમમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે









