MORBI:મોરબી ના શાંતિવન આશ્રમે પ પૂ સદગુરુ શ્રી કેશવાનંદબાપુ ની ૨૪ મી પુણ્યતિથિ એ સંતવાણી મહાપ્રસાદ સહિત કાર્યક્રમો નું આયોજન

મોરબી ના શાંતિવન આશ્રમે પ પૂ સદગુરુ શ્રી કેશવાનંદબાપુ ની ૨૪ મી પુણ્યતિથિ એ સંતવાણી મહાપ્રસાદ સહિત કાર્યક્રમો નું આયોજન

મોરબી ના ધોળેશ્વર રોડ પર આવેલા શ્રી શાંતિવન આશ્રમ ખાતે પ પૂ અનંત વિભૂષિત શ્રી સદગુરુ શ્રી કેશવાનંદ બાપુ ની ૨૪ મી પુણ્યતિથિ નિમિતે શ્રી કલ્યાણનંદ (ગુરુદેવ શ્રી કેશવાનંદ બાપુ) ના સાનિધ્યમાં તા ૨૬/૧૨/૨૦૨૩ મંગળવારે સંતવાણી,ગુરુયાગ યજ્ઞ,સત્યનારાયણ કથા મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો ના આયોજન કરવામાં આવ્યા છે. જેમાં ગુરુયાગ યજ્ઞ સવારે ૭ વાગ્યે બપોરે ૧૨ વાગ્યે મહાપ્રસાદ સાંજે સત્યનારાયણ કથા અને રાત્રે ૧૦ વાગ્યે ભવ્ય સંતવાણી નો કાર્યક્રમ યોજાશે જેમાં શૈલેષભાઈ રાવલ,લલિતાબેન ઘોડાદ્રા, કિશોરભાઈ વાઘેલા, પીયૂષભાઈ મિસ્ત્રી, સહિતના કલાકારો સંતવાણી ની રમઝટ બોલાવશે મોરબી પંથક ની ધર્મપ્રેમી જનતા ને લાભ લેવા શ્રી કલ્યાણનંદ ગુરુદેવ કેશવાનંદબાપુની યાદી માં જણાવ્યું છે.








