GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેર ખાતે યુવાન છોકરા-છોકરીઓમાં લિંગ સમાનતા અને સંવેદના અંગેનો સેમીનાર યોજાયો

WAKANER:વાંકાનેર ખાતે યુવાન છોકરા-છોકરીઓમાં લિંગ સમાનતા અને સંવેદના અંગેનો સેમીનાર યોજાયો

આજરોજ તા.૧૬/૧૨/૨૦૨૩ શનિવાર ના સવારે ૧૦:૦૦ કલાકે ઘી વાંકાનેર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રીમતી ઇન્દુબેન લલીતભાઈ મહેતા કોલેજ વાંકાનેર ખાતે બેટી બચાઓ, બેટી પઢાઓ અભિયાન અન્વયે યુવાન છોકરા-છોકરીઓમાં લિંગ સમાનતા અને સંવેદના અંગેના સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય તથા મહાનુભાવોના સ્વાગતથી કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી કે.વી. કાતરીયા દ્વારા ઉપસ્થિત વિદ્યાર્થી તથા વિદ્યાર્થીનીઓને જેન્ડર બાયસ તથા દીકરા દીકરીઓને સમાન તક મળે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત મહિલા અને બાળ વિભાગની વિવિધ યોજનાની માહિતી તથા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું, વાંકાનેર તાલુકાના પ્રાંત અધિકારીશ્રી એ.એચ. શિરેસીયા દ્વારા દીકરા-દીકરી વચ્ચેના ભેદ બાબતે તેમજ મતાધિકાર જાગૃતિ બાબતેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લા કો-ઓર્ડીનેટરશ્રી મયુરભાઈ સોલંકી દ્વારા ઉપસ્થિત વિદ્યાર્થીઓને લિંગ સમાનતા અને સંવેદના માટે સ્વ-સ્વજન-સમુદાય-સમસ્તુ કલ્યાણ બાબતે યુવાનોને સંદેશો આપવામાં આવ્યો હતો તથા જિલ્લા કક્ષાએ ચાલતા DHEW હબ દ્વારા કરવામાં આવતી કામગીરી વિશે પણ સમજ આપવામાં આવી હતી. સીટી પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ શ્રી ચાનિયા દ્વારા મહિલાઓને પોલીસ વિભાગ દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓની જાણકારી આપવામાં આવી હતી. PBSC ના કાઉન્સેલરશ્રી તેજલબા ગઢવી દ્વારા સેન્ટર પર આપવામાં આવતી સેવાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમાં વાંકાનેર તાલુકાના મામલતદારશ્રી સંસ્થાના ટ્રસ્ટીશ્રી કલ્પેન્દુભાઈ મહેતા,કોલેજના પ્રિન્સીપાલશ્રી,પ્રોફેસરશ્રી તથા બહોળી સખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત વિદ્યાર્થીનીઓ-વિદ્યાર્થીઓને BBBP લોગો બેગ વિતરણ કરવામાં આવી હતી.

[wptube id="1252022"]
Back to top button