Navsari: નવસારીના લુન્સીકુઇ ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત”સ્વચ્છ નવસારી..જવાબદારી અમારી”કાર્યક્રમ યોજાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
સ્વચ્છતા ઝુંબેશ ચલાવી નવસારી જિલ્લાને સ્વચ્છ જિલ્લો બનાવવાનો છે- જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતા
માન. વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત કાર્યક્રમ ચાલી રહયો છે. જે અન્વયે આજરોજ નવસારીના લુન્સીકુઇ ખાતે સ્વચ્છ નવસારી . . .જવાબદારી અમારી . ..અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી પુષ્પ લતાએ જણાવ્યું હતું કે, સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વચ્છતા ઝુંબેશ ચલાવી નવસારી જિલ્લાને સ્વચ્છ જિલ્લો બનાવવાનો છે. સ્વછતા રાખવા, આપણી સૌની જવાબદારી છે તેમ જણાવી આ અભિયાન માં સૌને સાથ સહકાર આપવા જણાવ્યું જણાવ્યું હતું.
નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલે જણાવ્યું હતું કે, નવસારીને સ્વચ્છ શહેર બનાવવાની આપણી જવાબદારી છે. સ્વચ્છતા અભિયાનમાં દરેક લોકોને સહકાર આપવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમના પ્રારંભમાં ઝુમ્બા, તેમજ બાળકો અને દરેક લોકો માટે મનોરંજન રમતો, ગરબા જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. નવસારીના નગરજનોએ કાર્યક્રમને મનભારીને માણ્યો હતો. દરેક લોકો નવસારીને સ્વચ્છ બનાવવાના અભિયાનમાં જોડાશે.આ
કાર્યક્રમમાં નવસારીના ધારાસભ્ય શ્રી રાકેશભાઇ દેસાઇ, નવસારી-વિજલપોર નગરપાલિકા પ્રમુખ શ્રી મીનલબેન દેસાઇ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભુરાભાઇ શાહ, પ્રાંત અધિકારી શ્રી જનમ ઠાકોર, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી રાજેશ્રી ટંડેલ, ચીફ ઓફિસર શ્રી જે.યુ.વસાવા સહિત અન્ય મહાનુભાવો તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહયાં હતા.



