NAVSARINAVSARI CITY / TALUKO

Navsari: વિકસિત ભારત સંકલ્પ યાત્રા બોરીયાચ ગામે આવી પહોંચતા ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ તથા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
નવસારી જિલ્લાનો એકપણ નાગરિક કેન્દ્ર-રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓથી વંચિત ન રહી જાય તેવા ધ્યેયમંત્ર સાથે નવસારી  જિલ્લાના ગામેગામ ભ્રમણ કરીને લોકસંદેશો પાઠવતી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ નવસારી તાલુકાના બોરીયાચ- રજવાડા-કંબાડા  જૂથ ગ્રામ પંચાયત ખાતે આવી પહોંચતા નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ અને ગ્રામજનોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. આ સંકલ્પ યાત્રા દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓની માહિતી નાગરિકોને સ્ટોલ્સ, પ્રદર્શની રથ થકી પુરી પાડવામાં આવી રહી છે.આ પ્રસંગે ધારાસભ્યશ્રી રાકેશભાઈ દેસાઈએ ગ્રામજનોને વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભોથી વાકેફ કરાવતા જણાવ્યું હતું કે, ગામના લોકોને વિવિધ યોજનાઓના લાભો મળી રહે તથા ગ્રામજનો વિકાસ થાય તે માટે અને તમામ ગ્રામજનો ભારત દેશને વિકસિત ભારત બનાવના કાર્યમાં સહભાગી થાય એ હેતુથી આ રથયાત્રા આપણા ગામેગામ ફરી રહી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્ય-રાષ્ટ્ર સહિત નવસારી જિલ્લાના પ્રત્યેક માનવીને સમૃદ્ધ, મજબુત અને આત્મનિર્ભર બનાવી નવા રાષ્ટ્રના નિર્માણ માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા શરુ કરી છે.

કેન્દ્ર અને રાજય સરકારની યોજનાઓ જેમાં અન્ન પુર્ણા યોજના, આયુષ્માન ભારત યોજના, કિશાન સન્માન નિધી, ઉજ્જ્વલા યોજના જેવી પ્રજાકલ્યાણની યોજનાઓ અંગે માહિતી સ્થળ પર ઓડિયો વિઝ્યુલ ના માધ્યમથી ઉપસ્થિત લોકોએ નિહાળી હતી. આ સાથે ‘મેરી કહાની મેરી ઝુબાની’ અંતર્ગત વિવિધ યોજનાના લાભાર્થીઓએ પોતાની સાફલ્યગાથા વર્ણવી હતી. આ ઉપરાંત મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને સાધન સહાય, ચેક તથા કિટ વિતરણ કરી લાભાન્વિત કરવામાં આવ્યા હતા.ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાના લાભો વિતરણ કરવામાં આવ્યા હતા. તથા વિકસિત ભારત સંકલ્પની શોર્ટ ફિલ્મ નિહાળી હતી. વિવિધ યોજનાના સ્ટોલ તથા મેડિલક હેલ્થ કેમ્પનું સુદ્રઢ આયોજન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખશ્રી પ્રતિભાબેન આહીર, જિલ્લા પંચાયતના સભ્યશ્રી દર્શનાબેન, સરપંચશ્રી, સંબધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ તથા ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

[wptube id="1252022"]
Back to top button