MORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER:વાંકાનેર નકલી ટોલનાકા પ્રકરણમાં બે આરોપીઓની આગોતરા જામીન અરજી રદ

વાંકાનેર: વઘાસિયા નકલી ટોલનાકા પ્રકરણમાં બે આરોપીઓની આગોતરા જામીન અરજી રદ

વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામ નજીક નકલી ટોલનાકા પ્રકરણમાં પોલીસ ફરિયાદ દાખલ થયાના છેલ્લા ૧૨ દિવસ બાદ પણ આરોપીઓ પોલીસની પકડથી દૂર છે ત્યારે પાંચ પૈકી બે આરોપીઓએ મોરબીની અધિક સેશન્સ કોર્ટમાં પોતાની ધરપકડ થાય એ પહેલા જ આગોતરા જામીનની અરજી કરી દીધી હતી જેનો કોર્ટ ચુકાદો આપ્યો હતો અને આ બંનેની જામીન અરજીને ના મંજૂર કરી હતી.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર નકલી ટોલનાકા અંગેના અહેવાલો પ્રકાશિત થયા બાદ વાંકાનેર સીટી પોલીસમાં ફરજ બજાવતા યશપાલસિંહ પરમારે વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામ ખાતે આવેલા વ્હાઈટ હાઉસ સિરામિક ફેકટરીના માલિક અમરશીભાઈ જેરામભાઈ પટેલ, રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા, હરવિજયસિંહ જયુભા ઝાલા, ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા, યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા અને તેની સાથે અજાણ્યા માણસો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં વ્હાઈટ હાઉસ સિરામિકમાં પોતે બનાવેલ રસ્તા પર વાહનચાલકોને કોઈપણ જાતની સત્તા વિના ગેરકાયદેસર રીતે બળજબરીથી લઇ જઈને ટોલપ્લાઝા દ્વારા નિયત કરેલ દર કરતા ઓછો ટોલ ઉઘરાવી સરકારને આર્થિક નુકશાન પહોંચાડી પોતે આર્થિક લાભ મેળવતા હોવાનો ઉલ્લેખ થયો હતો.આ પ્રકરણમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરવા માટે તપાસનો દોર ચલાવ્યો છે. એ દરમિયાન પાંચ આરોપીઓ પૈકી ભાજપ અગ્રણી આરોપી ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા અને તેનાં ભાઈ યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા દ્વારા આગોતરા જામીન મેળવવા માટે મોરબીની અધિક સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. ત્યારે આજ રોજ મોરબી કોટ દ્વારા બંને આરોપીઓની આગોતરા જામીન અરજીને રિજેક્ટ કરવામાં આવી હતી.

[wptube id="1252022"]
Back to top button