GUJARATMALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana):માળીયા(મી.)ના વિવિધ પ્રશ્નો અંગે આમ આદમી પાર્ટી એ જિલ્લા કક્ષાના અધિકારીઓને આવેદનપત્ર પાઠવ્યું

માળીયા (મી.)આરોગ્ય, શિક્ષણ, રસ્તાઓ સહિતની પ્રાથમિક સુવિધાઓ આપવા માટે આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર

આમ આદમી પાર્ટીના જીલ્લા પ્રભારી પંકજ રાણસરીયા તથા જીલ્લા મહામંત્રી ભાવિન ફેફર-એડવેકેટ તથા માળીયા મી. તથા મોરબી જીલ્લા ના આમ આદમી પાર્ટી ના કાર્યકરતા તથા માળીયા (મી.) ની પ્રજા ને સાથે રાખી આજ રોજ માળીયા (મી.) ની પ્રાથમીક જરૂરીયત જેવી કે, રોડ રસ્તા, સારૂ આરોગ્ય, ત્થા મફત સારૂ શિક્ષણ તથા બસ સ્ટેશન, મામલતદાર કચેરીનુ નવિનીકરણ કરવા બાબતનુ કલેકટરને આવેદનપત્ર આપવામ. આવ્યું છે આવેદનપત્રમાં જણાવ્યા મુજબ માળીયા (મી.)જયાર થી માળીયા (મી.) ને નગરપાલીકા બનાવવામા આવેલ છે પરંતુ માળીયા (મી.) ને ગ્રામ પંચાપત જેટલી પણ સુવિધા પ્રશાસન ત્થા સરકાર દ્વારા આપવામા આવતી નથી તેવા આક્ષેપો આમ આદમી પાર્ટીના જીલ્લા પ્રભારી પંકજ રાણસરીયા તથા જીલ્લા મહામંત્રી ભાવિન ફેફર-એડવેકેટ દ્વારા કરવામા આવેલ છે. વધુમા તેઓ દ્વારા એમ પણ કેવા મા આવેલ કે માળીયા (મી.) શહેર કોઈપણ અધીકારી કે પદધિકારી મુલાકત માટે જતું નથી એટલે માળીયા (મી.) ની પ્રજા શુ ગુજરાત મા રહેતી નથી ? માળીયા (મી.) શહેર મોરબી જીલ્લામા નથી આવેલ ? તો કેમ માળીયા (મી.) શહેર ના લોકો સાથે આવો અન્યાય કરાવામા આવે છે ? આમ આદમી પાર્ટી ના નેતા ઓ દ્વારા જણાવામા આવેલ છે કે આમ આદમી પાર્ટી જયા અન્યાય થતો હશે તેમની સાથે હરહંમેશ રહેશે તેથી જો માળીયા (મી.) શહેર ના આ પ્રાથમીક મુદાઓ નુ નિવારણ કરવામા નઈ આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે માળીયા (મી.) શહેરની પ્રજા ને સાથે રાખી આંદોલન કરવામા આવશે અને માળીયા (મી.) શહેરના લોકાની પ્રાથમિક જરૂરિયાત પુર્ણ કરાવશું

[wptube id="1252022"]
Back to top button