GUJARATMORBIMORBI CITY / TALUKO

Halvad હળવદના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના ચપલા સાથે મહિલા ઝડપાઇ

Halvad હળવદના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના ચપલા સાથે મહિલા ઝડપાયી

હળવદ ટાઉન ખાતે પંચમુખી ઢોરા વિસ્તારમાં આવેલ મહિલાના રહેણાંકમાંથી વિદેશી દારૂના ૧૮૦એમએલના ૧૮ નંગ ચપલા સાથે મહિલા આરોપીને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદના પંચમુખી ઢોરામા આવેલ ઘંટીની પાછળની શેરીમાંથી મહિલા આરોપીના રહેણાંક મકાનના રસોડામાં વેચાણ અર્થે રાખેલ વિદેશી દારૂની ૧૮૦એમએલની ૧૮ બોટલ સાથે મહિલા આરોપી સલમાબેન ઉર્ફે સોનુ આશીફભાઈ મનસુરભાઈ મીર ઉવ.૪૫ હાલ હળવદ, મુળરહે. નાડીયા વાસ,જોગાસર રોડ તા.ધ્રાંગધ્રા મળી આવી હતી. હાલ હળવદ પોલીસે વિદેશી દારૂનો જથ્થો કબ્જે લઇ મહિલા આરોપી વિરુદ્ધ પ્રોહી. હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button