
સેન્ટ્રલ બોર્ડ સેકેન્ડરી એજ્યુકેશન(CBSE)માં ભણતા વિદ્યાર્થીઓ માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. CBSE બોર્ડે 10મા અને 12મા બોર્ડની પરીક્ષાઓની તારીખનું એલાન કરી દીધું છે. આ પરીક્ષાઓ 15મી ફેબ્રુઆરીથી શરૂ થશે અને 10મી એપ્રિલ 2024 સુધી ચાલશે. બોર્ડની પરીક્ષાઓ અંદાજે 55 દિવસ સુધી ચાલશે. આ સાથે CBSEએ કેટલીક માર્ગદર્શિકા પણ જારી કરી છે.
સીબીએસઈ 10મા અને 12માના બોર્ડની પરીક્ષા 2024ની ડેટશીટ આજે જાહેર કરવામાં આવી છે, ત્યારે અગાઉ CBSEએ 10મા અને 12માની બોર્ડની પરીક્ષાઓમાં કોઈપણ વિદ્યાર્થીને કોઈ ડિવિઝન કે ડિસ્ટિંક્શન નહીં આપવાની જાહેરાત કરી હતી. ઉપરાંત ઓવરઓલ ડિવિઝન કે એગ્રીગેટ માર્ક્સ નહીં આપવાનો નિર્ણય કર્યો છે.
સીબીએસઈ એક્ઝામ કન્ટ્રોલર સંયમ ભારદ્વાજે કહ્યું હતું કે, કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ ધો.10 અને 12માની બોર્ડની પરીક્ષાઓમાં કોઈ ડિવિઝન કે ડિસ્ટિંક્શન નહીં આપે. કોઈ ઓવરઓલ ડિવિઝન, ડિંસ્ટિંક્શન કે માર્ક્સને એગ્રીગેટ એટલે કે તમામ વિષયોમાં પ્રાપ્ત કુલ માર્ક્સનો યોગ નહીં અપાય. આ ઉપરાંત જો કોઈ સ્ટુડન્ટ્સે પાંચ જ વિષય રજૂ કર્યા કર્યા છે તો એડમિશન માટે ઈન્સ્ટિટ્યૂટ કે એમ્પ્લોયર ફક્ત બેસ્ટ 5 વિષયોના જ માર્ક્સને જ આધાર માનશે.
સીબીએસઈ ગાઈડલાઈન ફોર એક્ઝામ
- બે વિષયો વચ્ચે પૂરતો સમય હોવું જોઈએ.
- ધોરણ 12ની તારીખપત્રક તૈયાર કરતી વખતે, JEE મુખ્ય પરીક્ષાને ધ્યાનમાં રાખવામાં આવી છે.
- આ ડેટશીટ તૈયાર કરતી વખતે એ વાતનું ધ્યાન રાખવામાં આવ્યું છે કે બે વિષયોની પરીક્ષાઓ એક જ તારીખે ન યોજવી જોઈએ.
- પરીક્ષાનો સમય સવારે 10:30 વાગ્યાનો રહેશે.
- પરીક્ષાના ઘણા સમય પહેલા ડેટશીટ બહાર પાડવામાં આવી છે જેથી વિદ્યાર્થીઓ પરીક્ષાની સારી તૈયારી કરી શકે. બોર્ડે સંપૂર્ણ ટાઈમ ટેબલ બહાર પાડ્યું છે.










