વાત્સલ્યમ્ સમાચાર
પ્રિતેશ પટેલ, વાંસદા 
પરસ્પર મૈત્રી ની ભાવના સાથે વાંસદા તાલુકા પ્રા.શિક્ષકો દ્વારા એકતા કપ -૨ નું ઉદઘાટન કરાયું.
વાંસદા તાલુકામાં એક હજાર થી પણ વધુ શિક્ષકોની સંખ્યા વચ્ચે એકતા જળવાઈ રહે અને પરસ્પર મૈત્રી ભાવ વધે એ હેતુને ધ્યાનમાં રાખી શિક્ષકોના સહયોગથી વાંસદા તાલુકાનાં શિક્ષકોની ૬ ટીમ વચ્ચે એકતા કપ -૨ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન ભગવાન બિરસા મુંડા ક્રિકેટ ગ્રાઉન્ડ કાંટસવેલ ખાતે યોજવામાં આવ્યું હતું આ પ્રસંગે વાંસદા ટી.પી.ઓ. હરિસિંહ પરમારની અધ્યક્ષતામાં એકતા કપ નું ઉદઘાટન કરાયું હતું ત્યારે ગ્રાઉન્ડ પર રીબીન કાપી કાર્યક્રમ ને ખુલ્લો મૂકતા ઉપસ્થિત શિક્ષકો,ખેલાડીઓ અને મહેમાનોમાં ખુશી વ્યાપી હતી. એકતા કપ નાં ઉદઘાટન પ્રસંગે ટી.પી.ઓ. શ્રી હરીસિંહ પરમાર દ્વારા પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું કે ક્રિકેટ ની રમતનાં માધ્યમ થી પરસ્પર મૈત્રી ભાવનું નિર્માણ કરી ખેલદિલી રાખવા અપીલ કરી હતી.
આ કાર્યક્રમના સ્પોનસર તરીકે આશા નોવેલ્ટી, ગણેશ નોવેલ્ટી,આર.કે.ઓટો, સાઈ ડેન્ટલ ક્લિનિક રાણી ફળિયા, શિવનેત્ર આંખની હોસ્પિટલ વાંસદા,ઓમ વલ્લભ ફરસાણ રાયાવાડી, રહ્યા હતા ઓનર તરીકે ભરત ભાઇ,શૈલેષભાઈ,ગમન ભાઈ,વસંત ભાઈ,કિરણભાઈ સુરેશભાઈ રહ્યા હતા.જ્યારે ટુર્નામેન્ટનાં ફિઝિશિયન તરીકે ડૉ. રવિ ગોસ્વામી ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું આયોજન રતિલાલ,વિમલસિંહ,હિરેન કાટસ વેલ,જશવંત સિંહ,વિનોદ લીમઝર, અને સુરેશ ભાઈ એ કર્યું હતું.આ રીતે દર વર્ષે એકતા કપ નું આયોજન તાલુકાના શિક્ષકો દ્વારા કરવામાં આવી રહ્યું છે ત્યારે શિક્ષકોમાં એકતાની ભાવના સાથે સાથે પોતાની પ્રતિભાને ઓળખવાનો અને આગળ વધવાનો અવસર પણ મળી રહે છે.






