GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મારામારીના ગુન્હામાં ૧૬ વર્ષથી નાસ્તો ફરતો ઇસમ ઝડપાયો

MORBI:મોરબી મારામારીના ગુન્હામાં ૧૬ વર્ષથી નાસ્તો ફરતો ઇસમ ઝડપાયો

મોરબી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડ મોરબી જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નશીલ હોય તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડને ખાનગી રાહે બાતમી મળેલ કે, મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી.કલમ- ૩૨૪,૫૦૪,૧૧૪ મુજબના ગુન્હામાં નાસતો ફરતો આરોપી રવીભાઇ દેવીપૂજક રહે.મોરબી શનાળા રોડ, કેનાલ પાસે વાળો હાલે રાજકોટ ખાતે શાકભાજીની રેકડીની ફેરીનો ધંધો કરે છે

 

તેવી ચોકકસ બાતમી મળતા તુરંત જ સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતા મારામારીના ગુન્હામાં છેલ્લા 16 વર્ષથી નાસતો ફરતો આરોપી રવીભાઇ પરસોતમભાઇ વિકાણી ઉ.વ.૩૯ મૂળરહે. મોટા રામપર તા.ટંકારા જી. મોરબી હાલે રહે. રૈયા ગામ શંકર ભગવાનના મંદિર પાછળ તા.જી.રાજકોટવાળાને રૈયા ગામના બસ સ્ટેશન પાસેથી તા.૧૨/૧૨/૨૦૨૩ ના રોજ પકડી પાડી હસ્તગત કરી સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ. મુજબ ઉપરોકત ગુનાના કામે અટક કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી સિટી એ ડિવીજન પોલીસ સ્ટેશનમાં સોપી આપેલ છે.

[wptube id="1252022"]
Back to top button