MORBI:મોરબીના બગથળા ગામે ઇવા સિન્થેટિક ફેક્ટરીમાં બોઇલર ફાટતા આગ લાગી બે લોકોના મોત

મોરબીના બગથળા ગામે ફેક્ટરીમાં બોઇલર ફાટતા આગ લાગી બે લોકોના મોત
મોરબી તાલુકાના બગથળા ગામે ઇવા સિન્થેટિક નામની ફેકટરીમાં આજે સાંજે બોઇલર ફાટવાના કારણે આગ ભભૂકી ઉઠી હતી. આ અંગે જાણ થતાં મોરબી ફાયર બ્રિગેડની ટીમ તાકીદે ઘટનાસ્થળે દોડી ગઈ હતી. જો કે આ આગમાં ફેકટરીમાં બોઇલરનું રીપેરીંગ કામ કરતા બે લોકોના મોત નિપજ્યા છે.
બીજી તરફ ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી આ આગ ઉપર કાબુ મેળવી લીધો છે. હાલ એક મૃતકોનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. આ બન્ને લોકો અહીં બોઇલર રિપેર કરવા આવ્યા હતા. કોઈ કારણોસર બોઇલર ફાટતા આ દુર્ઘટના સર્જાઈ હતી.આ ગોઝારી આગની ઘટનામાં બે વ્યકિતના મૃત્યુ નિપજયા છે. જેમાં વિપુલભાઈ ઠાકરશીભાઈ ધોરી (ઉ.40), હિતેશ મનસુખભાઇ ડેડકીયા (ઉ. 37)નું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે નીતિનભાઈ અમૃતભાઈ ધામેચા (ઉ.50) ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે હોસ્પટલમાં ખસેડાયા છે.