GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી અને લિયો ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા વિનામૂલ્યે તેરમો નેત્રયજ્ઞ કેમ્પ અને છઠ્ઠો ઓર્થોપેડીક કેમ્પ નું આયોજન સંપન

લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી અને લિયો ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા વિનામૂલ્યે તેરમો નેત્રયજ્ઞ કેમ્પ અને છઠ્ઠો ઓર્થોપેડીક કેમ્પ નું આયોજન સંપન થયું

જેમાં સ્વ.જીજ્ઞાબેન સનતભાઇ સુરાણીનાં આત્મશ્રેયાર્થે લાયન અમૃતલાલ સૂરાણી નાં સૌજન્યથી મોરબી 2, સો ઓરડી, કલેકટર ઓફિસ સામે આવેલ વરિયા બોર્ડિંગ ખાતે આ કેમ્પનું આયોજન થયું.આ કેમ્પમાં આંખ વિભાગમાં183 લાભાર્થીઓ અને ઓર્થોપેડીક વિભાગમાં 55 વ્યક્તિ ઓને તપાસવામાં.આવ્યા.જેમાં થી આંખના મોતિયાના ઓપરેશન માટે 30 લોકોને રાજકોટ રણછોડદાશજી બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા અને જેમને ઓર્થોપેડીકમાં
વધુ સારવાર માટે જરૂર હોય તેમને મોરબીની આયુષ હોસ્પિટલ માં મોકલવામાં આવ્યા. આ કેમ્પમાં સરકારી ડૉકટર નીખીલભાઈ રૂપાલા, હળવદના ડૉ વિધીબેન ભોરણીયા સાહેબ અને આયુષ હોસ્પિટલ નાં ડૉ પૂરવ પટેલ દ્વારા સેવા આપવામાં આવી.આ કેમ્પને સફળ બનાવવા લાયન્સ કલબ ઓફ મોરબી સિટીનાં પ્રમુખ કેશુભાઇ દેત્રોજા, ખજાનચી મણીલાલ કાવર,સેક્રેટરી ટી.સી.ફૂલતરીયા,લા. મનસુખભાઈ
જાકાશણિયા લા. પ્રાણજીવનભાઈ રંગગપડિયા સાથે વરિયા વિદ્યોતેજક મંડળ નાં પ્રમુખ ગોકળભાઈ ભોરણિયા,કાર્યકારી પ્રમુખ ભાવેશભાઈ વામજા તેમજ પ્રજાપતિ સમાજના સર્વે સેવા ભાવિમિત્રો, પ્રોજેકટ ચેરમેન લા.રશ્મિકા રૂપાલા,લા.મહાદેવભાઈ ઉટવાડીયા, લા.બીરેન્દ્ર સિંહ રાઠોડ દ્વાર ખૂબ જહેમત ઉઠાવેલ.


આ સેવાયજ્ઞ માં ખાસ ઉપસ્થિત , લાયન્સ ઇન્ટરનેશનલ નાં સૌરાષ્ટ્ર કચ્છના ફસ્ટ વાઈસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર રમેશ રૂપાલા અને પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ ભાઈ મેરજાએ સમગ્ર કેમ્પમાં પધારેલ લાભાર્થીને સુખાકારી માટે શુભેચ્છા પાઠવેલ અને આ કેમ્પમાં સેવા આપનાર સમગ્ર ટીમને અભીનંદન પાઠવેલ. તેમ સેક્રેટરી ટી સી ફૂલતરીયાએ જણાવેલ.

[wptube id="1252022"]
Back to top button