WANKANER:વાંકાનેરના લુણસર ગામ ખાતે આરોગ્ય કેન્દ્ર નું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી

વાંકાનેરના લુણસર ગામ ખાતે આરોગ્ય કેન્દ્ર નું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી

વાંકાનેર તાલુકાના લુણસર ગામ ખાતે પ્રજા ચિંતક ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હસ્તે પ્રજાના આરોગ્ય અંતર્ગત આરોગ્ય કેન્દ્રનું ખાતમુરત કરવામાં આવ્યું છે જેથી વાંકાનેર તાલુકાના લુણસર ગામ સહિત અન્ય આસપાસના ગામની વિસ્તારના લોકો પણ આ આરોગ્ય કેન્દ્રમાં ઝડપી સારવાર આરોગ્ય અંતર્ગત સાર સંભાળ મેળવી શકે તેવા હેતુસર વિકાસ લક્ષી સરકારના શાસનકાળમાં વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તાર માં વિકાસલક્ષી કાર્યને સ્થાન આપવામાં આવ્યું હોય જેથી વાંકાનેર તાલુકાના લુણસર ગામ ખાતે આરોગ્ય કેન્દ્ર ના ખાતમુરત જીતુભાઈ સોમાણીના હસ્તે કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ દરમિયાન વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ મઢવી તેમજ ઈસુબ ભાઈ શેરસીયા તાલુકા પંચાયત સદસ્ય સહિત કિરીટભાઈ નાનજીભાઈ સરપંચ સહિત પૂર્વ સરપંચ ડાયાભાઈ માધવજીભાઈ ભરતભાઈ સહિતના ભારતીય જનતા પાર્ટી ભાજપના કાર્યકરો હોદ્દેદારો ગામજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા

આ વિકાસલક્ષી કાર્ય ના ખાતમુરત ધારાસભ્ય જીતુભાઈ સોમાણી ના હસ્તે થતા સમગ્ર ગામ જનોએ હાર્દિક સ્વાગત સાથે શુભેચ્છા અભિનંદન પાઠવ્યા હતા જે સમગ્ર કાર્યક્રમ અંતર્ગત તસવીરમાં દ્રશ્યમાન થાય છે








