MORBI:મોરબીમાં પૈસાની લેતીદેતી બાબતનો ખાર રાખી યુવક ઉપર ચાર શખ્સોનો હુમલો

MORBI:મોરબીમાં પૈસાની લેતીદેતી બાબતનો ખાર રાખી યુવક ઉપર ચાર શખ્સોનો હુમલો
મોરબીના ઘુંટુ રોડ ઉપર રૂપિયા લેતીદેતીની બાબતનું મનદુઃખ રાખી ચાર શખ્સો દ્વારા યુવકને બેફામ ગાળો આપી કુહાડી, લાકડી વડે હુમલો કરી મારી નાખવાની ધમકી આપ્યાની મોરબી તાલુકા પોલીસ સ્ટે.માં ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર મોરબી 2 ત્રાજપર ગામે રહેતા ઉમેશભાઇ દીનેશભાઇ સનુરા ઉવ-૨૩ એ આરોપી મહાદેવભાઇ કોળી રહે.રાયધ્રા, રમેશભાઇ, વિષ્ણુભાઇ તથા પલ્લાભાઇ રહે.રાયધ્રા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે આરોપી મહાદેવભાઈને ફરિયાદી ઉમેશભાઈના મિત્ર ધર્મેશભાઇ મેરની સાથે રૂપિયાની લેતીદેતી બાબતે મનદુઃખ હોય જેનો ખાર રાખીને ફરિયાદી ઉમેશભાઈ કામ સબબ મોરબી તાલુકાના જુના ઘુંટુ રોડ ઉપર જતા હોય ત્યારે રસ્તામા આરોપીઓ પોતાની ફોરવીલ કાર નં-જીજે-૧૩-એન-૩૪૪૪ વાળીમા આવીને તેના મિત્ર ધર્મેશને રૂપિયા આપી દેવા જણાવીને બેફામ ગાળો આપતા હોય જે ગાળો દેવાની ના પાડતા આરોપીઓ એકમદ ઉશ્કેરાઇને ઉમેશભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપીને કુહાડી મારેલ હોય જેમા ઉમેશભાઈને કાનની નીચે ટાંકા જેવી ઇજા પહોચાડી તથા સાથેના અન્ય આરોપીઓએ ઉમેશભાઈને લાકડી દેખાડીને નાશી ગયાની ફરિયાદ નોંધસવતાં પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની તપાસ ચલાવી છે.








