WAKANER:લુણસરિયા ગામમાં સરકારી પ્રાથમિક શાળામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ પહોંચ્યો!!!

લુણસરિયા ગામમાં સરકારી પ્રાથમિક શાળામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ પહોંચ્યો!!!
“પૂર્વ સરપંચ જયેન્દ્રસિંહ ઝાલા સહિત ગામજનોએ સ્વાગત કરી આવકાર સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ ના માધ્યમથી વધુ માહિતી પ્રાપ્ત કરી”

વાકાનેર પંથક આશરે 102 ગ્રામ્ય વિસ્તારો અને 90 ગ્રામ પંચાયત ની હદમાં હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા પ્રજા લક્ષી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ યોજનાનો લાભ ગ્રામ્ય વિસ્તારના લોકો લઈ શકે તે માટે દરેક શહેર જિલ્લા ગ્રામ્ય વિસ્તાર માં વિકસિત ભારત સંકલ્પ યાત્રા નો રથ વાંકાનેર પંથકના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તારની મતદાર પ્રજાને સરકારી યોજના અંગે માર્ગદર્શન સાથે ડિજિટલ યુગમાં ઝડપી વિવિધ યોજનાઓનો લાભ લોકો લઈ શકે એવા માર્ગદર્શન સાથે કાર્યક્રમ અંતર્ગત વાંકાનેર ના લુણસરિયા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ રથ શાળા ખાતે પહોંચતા સમગ્ર લુણસરિયા ગામ સરપંચ જયેન્દ્રસિંહ ઉર્ફે જયુભા ઝાલા એ આવકાર સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું અને રથમાં જોડાયેલા સરકારી કર્મચારીઓ તેમજ આયોજકો ને ફૂલહાર થી સ્વાગત કર્યું હતું

અને વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય ગીત રજૂ કર્યું હતું તેમજ હાલ ની પરિસ્થિતિને ધ્યાને રાખી વિદ્યાર્થીઓ દ્વારા નાટક રજુ કરવામાં આવ્યું હતું અને આદિવાસી કાર્યક્રમ પણ યોજાયો હતો ત્યારબાદ લુણસરીયા ગામે ટીવીના દર્દીએ લીધેલો લાભ ની માહિતી આપી હતી તેમજ કુપોષણ વિદ્યાર્થીઓએ લીધેલા લાભની માહિતી આપી હતી તેમજ સરકાર દ્વારા ચાલી રહેલ વિવિધ ખેડૂતલક્ષી આ યોજના મેડિકલ સારવાર અંતર્ગત યોજના સહિત રાજ્ય અને કેન્દ્ર સરકાર ના વિવિધ યોજનાઓ અંગે ગ્રામ્ય વિસ્તારની પ્રજાને માર્ગદર્શન આપ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર લુસરીયા ના ગામજનો તેમજ સરપંચ જયેન્દ્રસિંહ ઉર્ફે જય વિભાગ ઝાલા તેમજ હરીસિંહ ઉર્ફે હરુભા ઝાલા તાલુકા પંચાયત પ્રમુખ સહિત મહાનુભવો ગામજનો હાજર રહ્યા હતા તેમજ તલાટી મંત્રી મનોજકુમાર ચાવડા તાલુકા પંચાયત વિશ્લેષણ અધિકારી એમ વી શેરસીયા સહિત ના કાર્યકરો હોદ્દેદારો અને સરકારી અધિકારીઓ દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રા ના રથ અંગે ગ્રામ્ય વિસ્તારના લોકોને રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની યોજનાઓ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે જે તસવીરમાં સમગ્ર કાર્યક્રમ દ્રશ્યમાન થાય છે









