GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી:લોખંડનો ઘોડો યુવક ઉપર પડતા મોત

મોરબી: લોખંડનો ઘોડો યુવક ઉપર પડતા મોત

મોરબી તાલુકાના જુના ઘુટુ રોડ પર લોખંડનો ઘોડો પડતા યુવકનું મોત થયાની ઘટના સામે આવી છે. આ મામલે મોરબી તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની મળતી વિગતો અનુસાર મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ જુના ઘુટુ રોડ પુનમ ઇન્ડસ્ટ્રીઝના કારખાનાની ઓરડીમા રહેતા ૨૭ વર્ષીય રાકેશ બગેદુભાઇ પ્રસાદ ગત તા.૧૮/૧૦/૨૦૨૩ ના રાતના આશરે ૦૯:૦૦ વાગ્યાની આસપાસ મોરબી જુના ઘુટુ રોડ ઉપર આવેલ પુનમ ઇન્ડસ્ટ્રીઝના કારખાનાના ગેટ પાસે ટ્રક કન્ટેનર રજી નંબર-જી-જે-૧૨-બી-એકસ-૩૫૧૩માં ટાઇલ્સ ગોઠવમા માટેના લોખંડની ફ્રેમના ઘોડા ગોઠવતા હતા. ત્યારે અકસ્માતે લોખંડનો ઘોડો પડતા રાકેશ પર પડતા તેના માથના ભાગે ઇજા પહોંચી હતી.

જેથી તેને પ્રથમ મોરબીની ખાનગી હોસ્પીટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં રાકેશને દાખલ કરવામાં આવ્યો હતો. જે બાદ તેને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ ત્યાં પણ સારવાર કારગત ન નિવાડતા રાકેશને વતનની નજીકની હોસ્પીટલમા સારવારમા લઇ જતા હતા ત્યારે ગઇ તા-૩૧/૧૦/૨૦૨૩ ના રોજ રાકેશનું મોત નીપજ્યું
હતું. આ મામલે મોરબી તાલુકા પોલીસની ટીમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

[wptube id="1252022"]
Back to top button