JUNAGADHMANAVADAR

માણાવદર મજૂર ભરેલી છકડોરિક્ષા ઝાડ સાથે અથડાતા રીક્ષા ચાલકનું મોત

માણાવદર મજૂર ભરેલી છકડોરિક્ષા ઝાડ સાથે અથડાતા રીક્ષા ચાલકનું મોત
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : માણાવદર તાલુકાના દગડ ગામનો ૨૮ વર્ષીય ભાવેશ માધાભાઈ બોરિચા નામનો યુવાન મજૂર ભરેલી છકડોરિક્ષા લઇ પોતાના ગામ તરફ જઈ રહ્યો હતો. ત્યારે દગડથી વંથલી તરફ એક કિલોમીટર દૂર ભાવેશે અચાનક છકડોરિક્ષા પરથી કાબૂ ગુમાવતાં રીક્ષા બાવળના ઝાડ સાથે અથડાઈ હતી. જેમાં રીક્ષા ચાલકે જીવ ગુમાવ્યો હતો.
આ અંગે મળતી માહિતી મુજબ જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના દગડ ગામનો ૨૮ વર્ષીય ભાવેશ માધાભાઈ બોરિચા નામનો યુવાન મજૂર ભરેલી છકડોરિક્ષા લઇ પોતાના ગામ તરફ જઈ રહ્યો હતો. ત્યારે દગડથી વંથલી તરફ એક કિલોમીટર દૂર ભાવેશે અચાનક છકડોરિક્ષા પરથી કાબૂ ગુમાવતા રીક્ષા બાવળના ઝાડ સાથે અથડાઈ હતી.
ત્યારે છકડોરિક્ષા ઝાડ સાથે અથડાતા રીક્ષા ચાલક યુવાનને ગંભીર ઈજા થઈ હતી, તેમજ રિક્ષામાં બેસેલા મજૂરોને પણ ગંભીર ઈજાઓ થઈ હતી, જેને સારવાર માટે માણાવદર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં છકડારિક્ષા ચાલક ભાવેશ બોરિચાનું મોત નીપજ્યું હતું.
ત્યારે આ અકસ્માત એટલો ભયંકર હતો, કે ઝાડ સાથે છકડોરિક્ષા ચીપકી ગઈ હતી. એમાં ઝાડ અને છકડોરિક્ષા વચ્ચે ચાલક આવી ગયો હતો, જેને અલગ કરવા માટે જેસીબી બોલાવવું પડ્યું હતું, જેનાં દૃશ્યો રુવાંટાં ઊભાં કરી દે એવાં હતાં.
આ ગોઝારા અકસ્માતમાં મૃતક ભાવેશ બોરિચાના બે વર્ષ પહેલાં જ લગ્ન થયા હતા, અને તેને સંતાનમાં એક વર્ષનું બાળક છે. આમ, અચાનક અકસ્માતમાં યુવકે જીવ ગુમાવતાં એક વર્ષના માસૂમે પિતાની છત્રછાયા ગુમાવી.

[wptube id="1252022"]
Back to top button