SINORVADODARA

તરવા ગામે આજરોજ વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું મામલતદાર M.B.શાહ દ્વારા સ્વાગત કરાયું

કેન્દ્ર અને રાજ્ય સરકાર ની લોક કલ્યાણકારી યોજનાઓની માહિતી અને તેના લાભ દરેક જન સમુદાય સુધી પહોંચે અને તેમની જીવન શૈલીમાં સકારાત્મક પરિવર્તન આવે તેવા ધ્યેય મંત્ર સાથે નીકળેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ આજરોજ શિનોર તાલુકાના તરવા ગામે આવી પહોંચ્યો હતો.જે રથ નું શિનોર મામલતદાર M.B.શાહ અને સરપંચ સંજયભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં તરવા પ્રાથમિક શાળા ની બાળાઓએ કંકુ તિલક કરીને સ્વાગત કર્યું હતું.જ્યારે આજ ના પ્રસંગે ટીમ્બરવા તાલુકા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ની ટીમ દ્વારા આરોગ્ય કેમ્પનું સફળતા પૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.જેનો મોટી સંખ્યામાં દરદીઓએ લાભ લીધો હતો.જે બાદ ગ્રામજનોએ રથ ના માધ્યમથી આરોગ્ય, શિક્ષણ,રોજગાર,ખેતી પશુપાલન,નારી શક્તિ સાથે દેશ ની ઉત્તરોતર પ્રગતિ ની ઝાંખી દર્શાવતી શોર્ટ ફિલ્મ નિહાળી હતી.જ્યારે મહાનુભાવો ના હસ્તે લાભાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.આ પ્રસંગે શિનોર મામલતદાર M.B.શાહ,શિનોર ઇન્ચાર્જ C.D.P
O ચેતના બેન પટેલ,સરપંચ સંજયભાઈ પટેલ, ઉપ સરપંચ રાજેશ વસાવા,તલાટી કમ મંત્રી, આંગણવાડીની બહેનો,આશા વર્કર બહેનો સહિત પ્રાથમિક શાળા ના શિક્ષકો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

ફૈઝ ખત્રી. શિનોર

[wptube id="1252022"]
Back to top button