GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેર ના લુણસરિયા ગામે માર્ગો પર પેવર પેચિંગ કામગીરી શરૂ લોક રજૂઆત સાથે અખબારી અહેવાલની તંત્ર એ નોંધ લીધી

વાંકાનેર ના લુણસરિયા ગામે માર્ગો પર પેવર પેચિંગ કામગીરી શરૂ લોક રજૂઆત સાથે અખબારી અહેવાલની તંત્ર એ નોંધ લીધી


વાંકાનેર પંથકમાં મોટાભાગે રોડ રસ્તા પર ઊંડા ખાડાથી વાહન ચાલકો અને સ્થાનિક ગામજનોને હાલાકી નો ભોગ બનવું પડે છે જે અંગે લોકો રજૂઆત અને અખબારી અહેવાલ વર્તમાન પત્રોમાં પ્રસિદ્ધ થતા વાંકાનેર થી થાન તરફ જતો માર્ગ ગાબડાધારી હોવાના કારણે અકસ્માત ની ઘટના સહિત ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થતી એસટી બસ ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ સહિત ના પસાર થતા વાહનોને ભારે ભય વાંકાનેર થી થાન તરફના માર્ગ પર રહેતો હોય તેવી વ્યાપક ફરિયાદો ઉઠવા પામી હતી જેના અનુસંધાને અખબારી અહેવાલો પ્રસિદ્ધ થતા વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું હાલ વાંકાનેર ના ગ્રામ્ય વિસ્તારોમાં ગામડે ગામડે ફરી રહ્યો છે ત્યારે સમસ્યા સ્વરૂપ ખાડા વિકાસની વાતો કરનાર નેતાઓ માટે ઘણા દુઃખદ અને શરમજનક હોય તેમ તત્કાલ રાજકીય પાર્ટીના નેતાઓ તેમજ સ્થાનિક ગ્રામ્ય વિસ્તારની મતદાર પ્રજા ની સમસ્યાને ધ્યાને રાખી મોટાભાગના લુણસરીયા ના માર્ગો પર પેવર પેચિંગ નું કામ થતું હોય જ્યાં ધાર્મિક સ્થળ હોવાથી મુખ્ય માર્ગ પર નબળું કામ ના થાય તે માટે લુણસરિયા ના પૂર્વ સરપંચ જયેન્દ્રસિંહ ઝાલા ઉર્ફે જયુભા ઝાલા એ લેવલીંગ સાથે લુણસરિયા ગ્રામ્ય વિસ્તારના માર્ગો પર પેવર પેચિંગ કામગીરી દરમિયાન સતત હાજરી આપી હતી જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે

[wptube id="1252022"]
Back to top button