NAVSARIVANSADA

વાંસદા ખાતે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના(DDUGKY) અંતર્ગત યુનિફોર્મ તથા બુક્સ વિતરણ કાર્યક્રમ યોજાયો.

વાત્સલ્યમ્ સમાચાર

પ્રિતેશ પટેલ : વાંસદા

વાંસદા ખાતે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના(DDUGKY) અંતર્ગત યુનિફોર્મ તથા બુક્સ વિતરણ કાર્યક્રમ યોજાયો.

 

ગુજરાત સરકાર દ્વારા આયોજિત ગ્રામીણ ક્ષેત્રોનાં યુવક યુવતીઓને રોજગાર ક્ષેત્રે સ્વાવલંબી બનાવવાના હેતુથી દેવકિશન કોમ્પ્યુટર પ્રા.લી. નાં સૌજન્યથી કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ ઈંગ્લીશ સ્પિકિંગ તથા કોમ્પ્યુટર કોર્ષ નાં તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવ્યું છે આ તાલીમ વર્ગના પહેલાં બેચના ૩૫ જેટલા તાલીમાર્થીઓ માટે ૮ ડિસેમ્બર નાં રોજ યુનિફોર્મ,પુસ્તકો તથા બેગ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં વાંસદા તાલુકા વિસ્તારમાં સારી લોકચાહના ધરાવતા વરિષ્ઠ નાગરિક અને સામાજિક સેવાભાવી કાર્યકર શ્રી નટુભાઈ પટેલની મુખ્ય ઉપસ્થિતિમાં એમના હસ્તે તાલીમાર્થીઓને યુનિફોર્મ,સાહિત્ય તથા બેગ વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય અતિથિ એવા નટુભાઈ પટેલે પ્રેરક પ્રવચન આપી તાલીમાર્થીઓનો જોમ જુસ્સો વધારી જીવનમાં ક્યારેય હતાશ ન થવાની શીખ સાથે આગળ વધવાની પ્રેરણા આપી હતી. આ પ્રસંગે દેવકીશન કોમ્પ્યુટર પ્રા.લી. નાં સંચાલક, સ્ટાફગણ દ્વારા તાલીમાર્થીઓને પ્રેરણા પૂરી પાડનાર આજના અતિથિ એવા નટુ ભાઈ પટેલનુ પુષ્પગુચ્છ થી સ્વાગત કરી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

[wptube id="1252022"]
Back to top button