GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેરના લીંબાળાની ધાર નજીક પાણી પુરવઠા બોર્ડના પમ્પીંગ હાઉસમાંથી કોપર વાયર ચોરી

વાંકાનેરના લીંબાળાની ધાર નજીક પાણી પુરવઠા બોર્ડના પમ્પીંગ હાઉસમાંથી કોપર વાયર ચોરી

વાંકાનેર તાલુકાના લીંબાળાની ધાર નજીક આવેલ પાણી પુરવઠા બોર્ડના પમ્પીંગ હાઉસમાંથી તસ્કરો ચાલુ વીજ ટ્રાન્સફોર્મર તેમજ બંધ વીજ ટ્રાન્સ્ફોર્મરમાંથી રૂપિયા 4,80,000ની કિંમતનો 800 કિલો કોપર વાયર ચોરી કરી જતા પમ્પીંગ હાઉસના કોન્ટ્રાકટર મુકેશભાઇ ભગવાનજીભાઇ મારવાણીયા, રહે.અમદાવાદ વટવા ગામ વાળાઓએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૪૫૭,૪૫૪,૩૮૦ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button