GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના કુલ ૬૧૦૯ વિદ્યાર્થીઓ સંસ્કૃત ગૌરવ પરીક્ષા આપશે. કુલ ૨૯ કેન્દ્રો પર પરીક્ષા લેવાશે.

મોરબીના કુલ ૬૧૦૯ વિદ્યાર્થીઓ સંસ્કૃત ગૌરવ પરીક્ષા આપશે. કુલ ૨૯ કેન્દ્રો પર પરીક્ષા લેવાશે.

સંસ્કૃત ગૌરવ પરીક્ષા ૯ તારીખે યોજાશે.
ગુજરાતના ૭૩૬ કેન્દ્ર પરથી ૭૮૬૪૭ પરીક્ષાર્થીઓ આ પરીક્ષા આપશે.

સંસ્કૃતભારતી ગુજરાત પ્રેરિત સંસ્કૃત ગૌરવ પરીક્ષા ગુજરાતમાં સંસ્કૃતના પ્રચાર પ્રસાર માટે અને ઘર ઘર સુધી સંસ્કૃત પહોંચે તે લક્ષ્ય સાથે ગુજરાતમાં છેલ્લા ૧૯ વર્ષોથી સંસ્કૃત ગૌરવ પરીક્ષાનું આયોજન કરી રહી છે.

સંસ્કૃત ગૌરવ પરીક્ષામાં આ વખતે સંપૂર્ણ ગુજરાતના ૭૩૬ કેન્દ્રો પરથી ૭૮૬૪૭ છાત્રો પરીક્ષા આપશે.આ વખતે આ પરીક્ષામાં ઐતિહાસિક સંખ્યા થઈ છે.સંપૂર્ણ ભારતમાં જે જે સંસ્કૃતની પરીક્ષાઓ લેવાય છે તેમાં સૌથી વધુ સંખ્યા નોંધાયેલી હોય તો તે આ પરીક્ષામાં છે. તા.૦૯ ને શનિવારે ૧૧.૩૦ થી ૧૨.૩૦ પ્રવેશિકા અને પ્રમોદીકા પરીક્ષા અને બપોરે ૦૧ થી ૦૨ પ્રદીપિકા અને પ્રવાહિકા પરીક્ષા રહેશે.આ પરીક્ષા પૂર્વે કેન્દ્ર સંયોજકો માટે ઓનલાઈન ચાર દિવસ ભણાવવાનું આયોજન પણ કરેલ હતું.છાત્રોના અભ્યાસ માટે સંસ્કૃત ગૌરવ પરીક્ષા એપ્લીકેશન પરથી ખુબ સારી તૈયારી કરી શકે તેવું આયોજન કરેલ છે.સંસ્કૃત ગૌરવ પરીક્ષા માં ઉત્તીર્ણ થનાર દરેક વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને દરેક કેન્દ્રને પણ પ્રમાણપત્ર આપવામાં આવશે.
વધુ માહિતી માટે મોરબી જિલ્લા સંયોજક કિશોરભાઈ શુકલ 9825741868 સંસ્કૃત ભારતી મોરબી

[wptube id="1252022"]
Back to top button