SINORVADODARA

સાધલી ગામે અંકલેશ્વર વાયા માલસર.સાધલી થઇ અંબાજી જતી ST બસનું ડેપ્યુટી સરપંચ દ્વારા સ્વાગત કરાયું

વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાધલી ગામે અંકલેશ્વર થી અંબાજી જતી ST બસ નું શિનોર નાં સાધલી ખાતે ડેપ્યુટી સરપંચ તેમજ સદસ્ય જીગા ભાઈ ભુદ્વારા સ્વાગત કરવામાં આવ્યું.
વાત કરીએ તો આ બસ અંકલેશ્વર થી સવારે 8.30 કલાકે ઉપડી વાયા ઉમલ્લા,માલસર,સાધલી,વડોદરા થઈ સાંજે 6 કલાકે યાત્રાધામ અંબાજી પહોંચશે.
માલસર – અશા નર્મદા બ્રિજ પર થી પ્રથમ ST બસ નો પ્રારંભ કરવામાં આવતા લોકોમાં ખુશી વ્યાપી જવા પામી છે.
જ્યારે અંકલેશ્વર ડેપો દ્વારા અંકલેશ્વર થી અંબાજી ની ST બસ શરૂ કરાઇ છે.
સાધલી ગ્રામ પંચાયત નાં ડેપ્યુટી સરપંચ સંકેત પટેલ ધારા તિલક કરી, ફુલહાર ચડાવી નાળિયેર ફોડી ST બસનુ સ્વાગત કરાયું હતું.
અંબાજી બસ ચાલુ થતાં માં અંબાના ધામે જતાં શ્રધ્ધાળુઓમાં ખુશીની લહેર પ્રસરી
બસ ને આવકારવા રેલ એન્ડ રોદ એસોસિયેશન પ્રમુખ ભપેન્દ્ર ભાઈ ગોહિલ,ડેપ્યુટી સરપંચ સંકેત પટેલ,ગ્રામ પંચાયત સદસ્ય જીગા ભાઈ તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા.

ફૈઝ ખત્રી..શિનોર

[wptube id="1252022"]
Back to top button