WAKANER:વાંકાનેરના સધારકા ગામ અને પલાસડી ગ્રામ્ય વિસ્તારમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ના જય ગણેશ થતા ગ્રામ્ય વિસ્તારમાં ઠેર ઠેર આવકાર

વાંકાનેરના સધારકા ગામ અને પલાસડી ગ્રામ્ય વિસ્તારમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ના જય ગણેશ થતા ગ્રામ્ય વિસ્તારમાં ઠેર ઠેર આવકાર

આરીફ દિવાન: વાંકાનેર
વાંકાનેર પંથક મા વિકસિત ભારત સંકલ્પ યાત્રા નો રથ ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લઈ રહ્યો છે ત્યારે વાંકાનેર તાલુકાના સધારકા ગામ ખાતે તારીખ 5 12-2023 ના રોજ સવારે 10 વાગ્યે ગ્રામ્ય વિસ્તારમાં પ્રવેશ કરતાની સાથે જ સમગ્ર ગામનો એ આવકાર સાથે રથનું સ્વાગત કર્યું હતું ત્યારબાદ સાંજે 4 વાગ્યે વાંકાનેર ના પલાસડી ગામ ખાતે ધામ ધુમે ડીજેના તાલ સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ પલાસડી ગામમાં પ્રવેશ થતા ની સાથે સમગ્ર ગામનો એ આવકાર સાથે સ્વાગત કર્યું હતું જેમાં રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની યોજનાઓ અંગે ગ્રામ્ય વિસ્તારની પ્રજાને માર્ગદર્શન આપી ડિજિટલ ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારનો પણ વિકાસ કરવાના પ્રયાસો અંતર્ગત લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમના સફળ બનાવવા માટે હરીસિંહ ઝાલા ઉર્ફે હરુભા ઝાલા હાજરી આપી હતી









