

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ પાર્થ પેપર્સ એલએલપી નામના કારખાનામાં પેપરના જથ્થામાં આગ લાગવાની ઘટના બની હતી જેથી કરીને આગને કંટ્રોલ કરવા માટેના કારખાનેદાર દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યા હતા જોકે આગે વિકરાળ રૂપ ધારણ કરી લેતા આ અંગે તાત્કાલિક મોરબી નગરપાલિકાને જાણ કરવામાં આવી હતી જેથી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ત્રણ ફાયર ફાઈટર સાથે પાર્થ એલએલપી

કારખાના ખાતે પહોંચી છે અને ૪:૩૦ વાગ્યાથી પાણીનો મારો સતત ચાલુ રાખીને આગને કંટ્રોલ કરવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તેમજ જે વિભાગમાં આગ નથી લાગી ત્યાંથી પેપરના જથ્થાને દૂર ખસેડવા માટેની કામગીરી કારખાનેદાર દ્વારા તાત્કાલિક શરૂ કરવામાં આવી છે જોકે ફાયર વિભાગના અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે હાલમાં આગે વિકરાળરૂપ ધારણ કર્યું છે તે જોતાં આગને કંટ્રોલ કરતા બપોર સુધીનો સમય લાગે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે જોકે,સો ટકા આગ ક્યારેક કાબુમાં આવશે તે હાલમાં કહેવું મુશ્કેલ છે









