WANKANER:વાંકાનેર ટોલનાકા પાસે ગેરકાયદેસર ખાનગી ટોલનાકુ ઝડપાયું

વાંકાનેર ટોલનાકા પાસે ગેરકાયદેસર.ખાનગી ટોલનાકુ ઝડપાયું
લો બોલો! નકલી માવા-મસાલા બાદ મોરબીમાંથી ઝડપાયું નકલી ટોલનાકુ, દોઢ વર્ષ સુધી જનતાને લૂંટી બાહુબલીઓ આગળ સરકાર ખામોશ રહી

વાંકાનેર શહેર નજીક આવેલ વઘાસિયા ટોલ પ્લાઝા પાસે છેલ્લા દોઢ વર્ષ તંત્રની મીઠી નજર હેઠળ સરકારી ટોલનાકાને બાયપાસ કરી ખાનગી માલિકીની જમીનમાં રસ્તો બનાવી કેટલાક માથાભારે શખ્સો દ્વારા ખાનગી ટોલનાકું ઉભું કરી વાહન ચાલકો પાસેથી ખાનગી ટોલ ઝડપાયું
વાંકાનેર નજીક વઘાસિયા ટોલ પ્લાઝા આવેલું છે. આ નેશનલ હાઇવે પરથી હજારો વાહનો પસાર થાય છે પરંતુ ઘણા વાહન ચાલકો ટોલ બચાવવા માટે ટોલનાકાની બાજુમાં આવેલા ગામમાંથી પસાર થવાની કુટેવ ધરાવતા હોય છે ત્યારે વાહન ચાલકોની કુટેવનો લાભ લઈને માથાભારે તત્વો દ્વારા કમાણી કરવાનો નવો કીમિયો અપનાવવામાં આવ્યો છે. જ્યાં ટોલ નાકા નજીક બંધ કારખાના માંથી રસ્તો કાઢી ટોલ ઉઘરાવવામાં આવતો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ વાંકાનેર પંથકના વઘાસીયા ટોલ પ્લાઝા પાસે છેલ્લા દોઢ વર્ષથી ગેરકાયદેસર ટોલનાકું ઉભુ કરી દેવાયું છે. જાણવા મળતી વિગતો અનુસાર ટોલ પ્લાઝા નજીકની વ્હાઇટ હાઉસ નામની ફેક્ટરીના સંચાલકે પોતાની પ્રીમાઈસીસમાંથી નાના મોટા હજારો વાહનોને રોજ આવન જાવન માટે રસ્તો બનાવી દીધો છે અને ત્યાં ઓછો ટોલ ઉઘરાવામાં આવતાં વાહન ચાલકોને તો ઘી કેળાં થઇ ગયા છે.વ્હાઇટ હાઉસ નામની ફેક્ટરી અને વઘાસીયા ગામના અમુક માથાભારે શખ્સો દ્વારા નાના મોટા હજારો વાહનોને આવન જાવન કરવા માટે ટોલ પ્લાઝાના નામે ઉઘરાવવામાં આવતા રોજના લાખો રૂપિયા ઉઘરાણી થઈ રહી છે. અલબત્ત ગેરકાયદેસર ટોલનાકાના અહેવાલો પ્રસારિત થતા હાલ ફેક્ટરીનો ગેટ બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે

છતાં પણ આ રીતે ગેરકાયદેસર ટોલનાકુ બનાવીને માથાભારે તત્વો દ્વારા દૈનિક વાહન ચાલકો પાસે ઉઘરાણી કરવામાં આવતા તંત્ર અને પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે જ્યાં એક તરફ પોલીસ સબ સલામત હોવાના પોકણ દાવા કરી રહી છે ત્યારે આ પ્રકારે છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રીતે કારખાનાની અંદર આ ટોલ નાકું ધમધમી રહ્યું છે ત્યારે હવે જોવાનું રહેશે કે આ મામલે તંત્રને પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે ? તે હવે જોવાનું રહ્યું








