BHARUCHBHARUCH CITY / TALUKO

Bharuch : ભરૂચ ભાજપ દ્વારા પાર્ટીની ભવ્ય જીતની ઉજવણી કરવામાં આવી

રિપોર્ટર સૈફ અલી ભટ્ટી વાગરા

ભરૂચ ભાજપ દ્વારા પાર્ટીની ભવ્ય જીતની ઉજવણી કરવામાં આવી, ફટાકડા ફોડી એકબીજાના મો મીઠા કરાવવામાં આવ્યા

લોકસભાની ચૂંટણી પેહલા 3 રાજ્યોમાં ભાજપના ભવ્ય વિજયને ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચી વધાવી લીધો હતો. ચાર રાજ્યોની ચૂંટણીના આજે જાહેર થયેલા પરિણામોમાં મધ્યપ્રદેશ સાથે રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપનો ભવ્ય વિજય થતા ભરૂચમાં ઉજવણીનો માહોલ છવાઇ ગયો હતો.

ભરૂચ કસક સ્થિત જિલ્લા ભાજપ કર્યાલય ખાતે ધારાસભ્યો, આગેવાનો, પદાધિકારીઓ, કાર્યકરો અને સંગઠનના હોદેદારોએ ઉમટી પડી ફટાકડા ફોડવા સાથે વિજ્યોત્સવ મનાવ્યો હતો. મીઠાઈથી એકમેકનું મોઢું મીઠું કરાયું હતું. જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અરૂણસિંહ રણાએ આ ભવ્ય જીત વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, અધ્યક્ષ જે.પી. નડ્ડાની આગેવાનીમાં અથાગ પ્રયત્નો અને જનજનના કરેલા વિકાસને આભારી હોવાનું ગણાવ્યું હતું.

આ વિજયને 2024ની લોકસભાની સેમિફાઇનલ ગણાવી સ્પષ્ટ બહુમતી બદલ જનતાએ આપેલા જનાદેશને વધાવી ફરી 2024 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપની સરકાર રચવાનો વિશ્વાસ વ્યક્ત કરાયો હતો. વિજ્યોત્સવની ઉજવણીમાં જિલ્લા સંગઠનના અન્ય હોદેદારો, પાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવ, દિવ્યેશ પટેલ, કનુ પરમાર, નિશાંત મોદી, દક્ષાબેન પટેલ સહિતના મોટી સંખ્યામાં જોડાયા હતા.

[wptube id="1252022"]
Back to top button